રિપોર્ટર… નિકુંજ ચૌધરી
માંડવીના કાલીબેલ ગામે આવેલા માયાતળાવમાં ત્રણ મિત્રો નાહવા ગયા હતા. પરંતુ ખોડાંબા ગામનો 45 વર્ષનો આધેડ આકસ્મિક રીતે ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના ખોડાંબા ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગિરીશ કિશન ગામીત (ઉ.વ.45) કાલીબેલ ગામે બે મિત્ર સાથે બાઈક પર ગયા હતા, અને બપોરે બારેક વાગ્યાના સમયે માયા તળાવમાં ત્રણેય મિત્રો નાહવા માટે જતાં પાણીમાં તરતા- તરતા એક છેડેથી બીજા છેડા તરફ જતા હતા. ત્રણેય મિત્રો જતા હતા ત્યારે ગિરીશ ગામીત અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં કરતાં બીટના જમાદાર સતીશ ચૌધરી, સન્નત ગામીતે સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં લાશની શોધખોળ કરાવી હતી. અંતે ગિરીશ ગામીતનો મૃતદેહ મળી આવતાં માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા