September 7, 2024

શહાદતે મૌલા અલી ના મોકા પર રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા ઈફતાર પાર્ટી નુ આયોજન કરાયું

Share to



મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી


હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય અને વિશ દિવસ ઉપર વિતી ચૂક્યા હોય ઇફ્તાર પાર્ટી ઓ શરૂ થઈ ગઈ છે. જયારે આજે 21 મો ચાંદ એટલે કે 21 મો રોજોના દિવસે શહાદતે મૌલા અલી એટલે કે મોહમ્મદ પેગમ્બર સાહેબ ના દામાદ અને શેરે ખ઼ુદા ના લકબ થી જાણીતા હઝરતે મૌલા અલી મુશ્કિલ કુશા ના શહાદત નો દિવસ હોય છે એ દિવસ ને સહાદતે મૌલા અલી તરીકે ઓરખાય છે જેને લઇ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજપારડી ગામના મુસ્લિમ અગ્રણી અને ઓલ ઇન્ડિયા મિનરલ ના માલિક સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા નુરાની હાઈસ્કૂલ ખાતે ઈફતાર પાર્ટી રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા ના રોજદારો હાજર રહ્યા હતા અને ઇફતારી નું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું


Share to

You may have missed