સૂતેલા પુત્રવધૂને અડપલા કરી જાતિય વ્યવહાર માટે દબાણ કરતો…
જગડીયા તાલુકાના એક ગામ માંથી પરણિતાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે ઘર માં એકલી છુ અને મારા સસરા અઘટિત માગણી કરી હેરાન કરી રહયા છે જેથી અભયમ રેસ્કક્યું ટીમ ભરુચ ધટના સ્થળે પહોંચી પરણિતાને આશ્વાશન આપી સસરાને પોલિસ કાયૅવાહી કરવાની તજવીજ કરતા તેઓ એ પોતાની ભુલ બદલ માફી માંગી હતી તેમજ ગામ ના આગેવાનો એ પણ તેમને ઠપકો આપેલ અને હવે પછી આવી હરકત નહી કરું જેની લેખિત ખાત્રી આપી હતી.
મળતી માહિતી મુજબ દિકરો નોકરી પર જતા પુત્રવધૂની એકલતાનો લાભ લઇ સસરા નજર બગડતા હતાં અને અવારનવાર જાતિય અડપલા કરતા. ગત રોજ ધર મા પુત્રવધૂ એકલાં હતાં ત્યારે સાસરા વ્યસન કરી આવી સૂતેલા પુત્રવધૂને અડપલા કરી જાતિય વ્યવહાર માટે દબાણ કરતાં ડરી ગયેલા પુત્રવધૂએ મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ. અભયમ રેસક્યું ટીમ દ્વારા સસરાની જાતિય હેરાનગતિ ને ઘ્યાનમાં લઇ ગુનો દાખલ કરવાની તજવીજ કરતા સાસરા એ માફી માગી કે હવે પછી કોઈવાર આવી હરકત નહી કરું. પુત્રવધૂ એ પણ માફી આપતાં લેખિત બાંયધરી લેવામા આવી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.