November 21, 2024
Share to

સ્મશાન નો વહીવટ ગ્રામપંચાયત પાસે હોવા છતાં અંતિમક્રિયા માટે ની જગ્યા વિકાસ થી વંચિત…

  • ભરૂચ જિલ્લા ના નેત્રંગ સ્મશાનમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય,સગળી તુટેલી-જજૅરીત હાલતમાં નેત્રંગ ઘણા કેટલા વર્ષ થી સ્મશાનમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.. પરંતું વહીવટકર્તા ની ઊંઘ છે કે ઉડવાનું નામ નથી લઈ રહી લોકો ની સુખાકારી માટે અને પ્રજાને પડતી અગવડ ની સંપૂર્ણ તકેદારી જેતે પંચાયત ના તલાટી સરપંચ અને સભ્યો ની હોઈ છે જેઓ ને પ્રજા ચૂંટી અને તેઓ ને એક જવબદારી ની જગ્યા ઉપર બેસાડવા મા આવે છે અને તેઓ પ્રજા ની સુખાકારી માટે તેઓ ના પ્રશ્નો સમશ્યા ને સુલજાવી અને તેઓ ને પડતી મુશ્કેલીઓ થી મુક્તિ અપાવે પરંતું અહીંયા તો જ્યારે માણસ મૃત્યુ થઈ સ્મશાને જાય ત્યાં પણ નેતા ઓ ની ભૂલો ના કારણે વિકાસ ને મરણપથારીયે હોઈ તેમ લાગી રહ્યું છે તેવોજ વિકાસ ભરૂચ જિલ્લા ના નવનિર્મિત બનેલ તાલુકા મા દેખાય રહ્યું છે જ્યાં નેત્રંગ ગ્રામપંચાયત ની હદ મા આવતા સ્મશાન ની હાલત દયનિય થઈ ગઈ છે જ્યાં સ્મશાન બાંધકામ કરેલ જગ્યા મા ખાડા અને લોખંડ ની એન્ગલ સગળી તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાનપરેશાન થઇ ચુક્યા છે. નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ સ્મશાનઘાટનો વહીવટ હાલ નેત્રંગ ગ્રા.પંચાયતના સતાધીશો પાસે છે.ગામમાં કોઈપણ વ્યક્તિનું અકાળે મૃત્ય થાય ત્યારે પરીવારના સભ્યો-ગ્રામજનો મૃતદેહની અંતિમક્રિયા કરવા માટે સ્મશાનઘાટ લઈ જાય છે.અંતિમક્રિયા કરવા માટેની તમામ તૈયારીઓ કરીને સ્મશાનઘાટ પહોંચ્યા બાદ ત્યાની અસ્વસ્થાની કારણે ગ્રામજનોમાં નિરાશાની લાગણી ફરિ વળે છે.નેત્રંગના સ્મશાનઘાટ પહોંચતાની સાથે જ ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય નજરે પડે છે.ફુલહાર,ચાદર,નાળીયેલ સહિતનો તમામ સમાન અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો હોય છે.મૃતદેહની અંતિમક્રિયા માટેની સગળી તુટેલી-જજૅરીત હોવાથી મૃતદેહની સાથે લાકડા પણ ધસી પડતા હોવાથી ભારે સલામતિ સાથે અંતિમક્રિયા કરવી પડી રહી છે.પરંતુ જવાબદાર લોકોને કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપઢે જણાઇ રહ્યું છે…ત્યારે આ બાબતે ઘોર નિંદ્રાધીન પંચાયત ના લોકો આ બાબતે તાત્કાલિક ધોરણે જગ્યા ની સાફસફાઈ કરી અને નવું સમશાન નું બાંધકામ કરી લોકોને રાહત આપે તે જરૂરી બની ગયું છે…

રિપોર્ટર – વિજય વસાવા નેત્રંગ

#DNSNEWS


Share to