November 21, 2024

ઝગડીયા ની વાલિયા ચોકડી સામે આવેલ ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો..

Share to

ઝગડીયા -14-02-2023

આજરોજ ઝઘડિયા ની વાલિયા ચોકડી નજીક ની સામે ખુલ્લા પ્લોટમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી..

ઝગડીયા તાલુકામાં બનતી ઘટનાઓ પરંતુ તેને પોહચી વડવા માટે એકજ ફાયરસ્ટેશન..તંત્ર દ્વારા એક અલાયદું ફાયર સ્ટેશન ફાળવવા ની લોકમાંગ

ભરૂચ જિલ્લા ના જીઆઇડીસીમાં આવેલ ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો આ જગ્યા પર હાલ કોઈ ઘર ન હોવાથી તેમાં ઝાડી જાખરા ઉગી નીકળવાથી ઉનાળા ની શરૂઆત માં ઝાડિયો તેમજ અન્ય વૃક્ષ હોવાથી તેમાં રહેલ વૃક્ષો ના પાના સુકાઈ જવાના કારણે આગ લાગેલ હોવાનું કારણ હોઈ શકે..જોકે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ બનાવની જાણ સ્થાનિકો દ્વારા ઝઘડિયા ફાયર વિભાગને કરવામાં આવતા ઝઘડિયા જીઆઇડીસી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો,

ખુલ્લા પ્લોટ માં વીજ પોલ આવેલા હોવાથી DGVCL ના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા ઝઘડિયા જીઆઇડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર સમયસર કાબુ મેળવતા આસપાસના લોકોએ હાસકારો અનુભવ્યો હતો,જોકે ફાયર વિભાગ નજીક માં હોવાના કારણે ફાયર કર્મચારીઓ દ્વારા સમય સૂચકતા દાખવી આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નજીક માંજ ઝગડીયા નું સબસ્ટેશન પણ આવેલું છે અને અહીંયા કેટલાક રહેણાંક મકાનો પણ આવેલ છે ત્તયારે અહીંયા અગાઉ પણ DGVCL ના સબસ્ટેશન માં આગની કેટલીક ઘટનાઓ બની ચુકી છે. અને હાલમાંજ તરસાલી ખાતે એક આગની ઘટનામાં બે વ્યક્તિ એ જીવ ગુમાવો પડ્યો હતો ત્યારે આવા આગના બનાવો બને ત્યારે ઝગડીયા તાલુકાની મધ્યમાં રાજપારડી જેવા વેપારી મથક પાસે પણ એક ફાયર સ્ટેશન સ્થાપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે … જેના થી ભવિષ્ય માં નજીક માં આ સુવિધા મળવાથી આપત્કાલીન સ્થિતિ માં ગણતરી ની મિનિટો માં ફાયર વિભાગ ત્યાં પોહચી કોઈ જાનહાની અને માલસામાનને મોટુ નુકશાન થતું અટકાવી શકાય

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed