November 20, 2024

રાજપારડી GMDC ખાતે 72 મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું…

Share to

રાજપારડી

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જીએમડીસી અને ઝઘડીયા રેન્જ વનવિભાગ દ્વારા ૭૨ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.આ ક‍ાર્યક્રમ રાજપારડી જીએમડીસી ખાતે યોજવામાં આવ્યો હતો.આયોજિત કાર્યક્રમમાં જીએમડીસી રાજપારડીના જનરલ મેનેજર સ્વાગતરાય,જીએમડીસીના ડેપ્યુટી જનરલ મેનેજર એસ.ડી.જાગાણી,જીએમડીસીના લેબ આસિસ્ટન્ટ એમ.પી.ઝાલા,ઝઘડીયા આરએફઓ મીનાબેન પરમાર,રાજપારડી વનવિભાગના ફોરેસ્ટર હેમંત કુલકર્ણી,અશા વનવિભાગના ફોરેસ્ટર સૈયદ ઉપરાંત જીએમડીસી અને વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વાવે ગુજરાત કાર્યક્રમના નેજા હેઠળ અત્રે આ કાર્યક્રમ યોજાયો હતો.આયોજિત વન મહોત્સવના કાર્યક્રમમાં વૃક્ષો રોપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.અધિકારીઓએ આ પ્રસંગે જીવનમાં વૃક્ષારોપણનુ કેટલું મહત્વ હોઈ છે સમજાવ્યુ હતુ.અને પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ હોવાથી દરેક વ્યક્તિ એ વધુ વૃક્ષો રોપીને પર્યાવરણની જાળવણી કરવી જોઇએ એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો…


Share to

You may have missed