“આરબટેકરા ના રહીશો એ સ્ટ્રીટ લાઈટ ના પોલ ઉભા કરવા માટે ખર્ચેલા રૂ.6830/- રાજપીપળા નગરપાલિકા પાસે પરત માંગ્યા“
“મુસ્લિમ વિસ્તાર હોવાને કારણે કામગીરી નહીં કરાતી હોવાનું સંગીન આરોપ પાલિકા સત્તાધીશો ઉપર લાગતા ચકચાર“
રાજપીપળા:-ઈકરામ મલેક
રાજપીપળા નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર 5 જેમાં સિંધીવાડ, દક્ષિણ ફળિયું, આરબ ટેકરા, રબારી વાળ નવીનગરી બાવાગોર ટેકરી હરીજનવાસ જેવા વિસ્તારોમાં સાફ-સફાઈ ને લઈને ભારે નિષ્કાળજી દાખવવા મા આવી રહી છે પાણીની સમસ્યા ગંભીર છે પૂરતા દબાણથી અને સમયસર પાણી આવતું જ નથી તેવી ફરિયાદ સ્થાનિકોની છેલ્લા ઘણા વર્ષોથી છે. રોડ રસ્તા ની હાલત જર્જરિત છે, ખાડા ઓ ની ભરમાર છે. સ્ટ્રીટ લાઈટો ની સંખ્યા અપૂરતી છે, અને જે થાંભલા છે એ પૈકી પણ કેટલીક લાઈટો બંધ હાલત મા છે. નગર નું એક માત્ર મુસ્લિમ સમાજ નું કબ્રસ્તાન સુધી જતો રસ્તો ભારે ગંદકી અને ગટર ના ઉભરાતા પાણી ને કારણે કાયમ ગંદુ રહે છે. પાલિકા સભ્ય અને કારોબારી ચેરમેન ના ઘર ની પાછળ થી પસાર થતી જાહેર ગટર માંથી સવાર સાંજ ગંદુ પાણી ઉભરાઈ ને રોડ ઉપર વહેતુ હોય છે.
અગાઉ આજ વિસ્તાર ના રહીશો દ્વારા પાલિકા દ્વારા મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા કંટાળી ને પાલિકા ની સામાન્ય ચૂંટણી નો બહિષ્કાર કરવા નું એલાન કર્યું હતું. પણ ત્યાર બાદ વિસ્તાર ની સમસ્યાઓ નું નિરાકરણ કરવા ની ખાતરી મળતા એલાન રહીશો દ્વારા પાછું ખેંચાયું હતુ. પરંતુ ચૂંટણી બાદ પણ કોરા આશ્વશનો સિવાય કાંઈ ના મળતા રહીશો દ્વારા ફરી એકવાર સુરત પ્રાદેશિક કમિશનર સહિત મુખ્યમંત્રી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ના ધારાસભ્ય પી.ડી વસાવા, નર્મદા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકરીઓ ને લેખિત જાણ કરી દરમિયાનગીરી કરવા અનુરોધ કરતા રાજપીપળા નગરપાલિકા ના સત્તાધીશો માટે નીચા જોણું થવા પામ્યું છે. ગટર, અને સાફ સફાઈ જેવા પાયા ની સુવિધાઓ આપવામાં પણ પાલિકા નિષ્ફળ જાય અને વારંવાર લેખિત રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય રેહતા, આખરે રહીશો એ લખ્યું કે “શું મુસ્લિમ વિસ્તાર છે એના માટે કામ નથી કરવામાં આવતું?” જેવો વેધક સવાલ કરતા ચકચાર મચી જવા પામી છે.
વધુ મા પાલિકા ને તમામ પ્રકારના કરવેરા ભર્યા બાદ પણ પાયા ની સુવિધાઓ મેળવવા મુખ્યમંત્રી સુધી રજૂઆતો બાદ પણ પાલિકા નું રૂંવાળું પણ ના ફરકે !! રાજપીપળા પાલિકા માટે એના થી વધુ શરમજનક વાત શું હોઈ શકે કે પાલિકા એ આપેલ સ્ટ્રીટ લાઈટ ના પોલ ને સ્વખર્ચે સિમેન્ટ, રેતી અને મજૂરો લાવી ઉભા કરાવે અને બજાર માંથી લાઈટો લાવી આપે ત્યારે સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય!!! રહીશો એ ખર્ચેલા રૂ.6830/- મજરે પરત કરવા ની માંગણી કરતા રાજપીપળા નગરપાલિકા માટે ક્ષોભજનક સ્થિતિ નું નિર્માણ થયું છે. આ બાબત નો મુદ્દો ઉઠાવવા સાંસદ અને ધારાસભ્ય ને મળી ને રૂબરૂ રજુઆત કરવાની પણ આ વિસ્તાર ના રહીશો આવનાર દિવસો મા તૈયારી હોવાનું પણ જાણવા મળેલ છે.
એક તરફ નગર ના કેટલાંક વિસ્તારો મા વગર માંગણી એ કરોડો રૂપિયા ના ખર્ચે પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે, વરસાદી પાણી ના ભરાવા ની સમસ્યા ને યુદ્ધ ના ધોરણે નિકાલ કરવા માટે અંડર ગ્રાઉન્ડ પાઇપો નાખવામાં આવી રહી છે, ઘર વપરાશ ની ગેસ લાઈન પણ ચાલુ થઈ ગઈ છે, સારી વાત છે પણ માત્ર એકજ વિસ્તાર ને સંપૂર્ણ સુવિધાયુક્ત કરવામાટે પાલિકા ને આટલો બધો પ્રેમ કેમ?? અને બીજા વિસ્તારો મા કચરા ના ઢગલા અને ઉભરાતી ગટરો કેમ?? ભેદભાવ શા માટે ?? વેરો તો બધાજ ભરે છે તો પછી પાલિકા ની કામગીરી મા આટલો બધો તફાવત કેમ? એવો સવાલ સામન્ય માનવી પૂછી રહ્યો છે. પણ એનો જવાબ મળવો બાકી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો