November 21, 2024

ઝઘડિયાના વલી ગામે આંકડાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો

Share to

જીલ્લા પોલીસ વડાના કડક આદેશ બાદ સ્થાનિક પોલીસ સક્રિય બની

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લા પોલીસ વડાએ દારુ જુગારની બદી ડામવા સ્થાનિક પોલીસને કડક આદેશ આપતા પોલીસે જુગારીયાઓ પ્રત્યે લાલ આંખ કરી છે. મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસે નજીકના વલી ગામેથી આંકફરકના આંકડા લખતા એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે વલી ગામની નવીનગરીમાં નિલેશભાઇ કનુભાઇ વસાવા રહે.ગામ રાયસીંગપુરા, તા.ઝઘડિયા, જી.ભરૂચના ગેરકાયદેસર રીતે આંકફરકના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડતા ઝડપાઇ ગયો હતો.

આ ઇસમ સ્થળ ઉપર એક પાટીયું બોલપેન અને કાર્બનપેપર લઇને આંકડા લખી રહ્યો હતો. આ ઇસમ પાસેથી પોલીસે વિવિધ આંકડા લખેલ સ્લીપો કબજે કરી હતી. ઉમલ્લા પોલીસે આંકડા લખવાના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ ઉપરોક્ત ઇસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે આંકફરકના આંકડાનો જુગાર ચાલતો હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક બનેલ આંકફરકના આંકડાનું દુષણ દુર થાયતો ગરીબ જનતાનો આ એક જાતના વ્યસનમાંથી છુટકારો થાય. આંકડા લખાવનાર ગરીબ લોકો દિવસે દિવસે વધુ ગરીબ બની રહ્યા છે, જ્યારે આંકડા લખનારા તવંગર બની રહ્યા છે તે હકીકતને ધ્યાને લઇને તંત્ર આ બાબતે વધુ આક્રમક વલણ અપનાવે તે ઇચ્છનીય છે…


Share to

You may have missed