પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ જ નહીં પણ દેશી દારૂનો પણ લાખોનો કારોબાર મહિને દહાડે ધમધમે છે. અત્યાર સુધી આમાં બુટલેગરો, ખેપિયા જ સક્રિય હોવાની ભૂમિકા બહાર આવી હતી. હવે દેશી દારૂ ગાળવા માટે સામગ્રી વેચવામાં અનાજ – કરિયાણાંના વેપારીઓની પણ ભૂમિકા સામે આવી છે. ઝઘડિયા પોલીસની દેશી દારૂ ગાળવા ગેરકાયદે વસ્તુઓ રાખતા 4 દુકાનદારો ઉપર તવાઈમાં અખાદ્ય ગોળ, ફટાકડી, મહુડાના ફુલનો રૂપિયા 1 લાખ 33 હજારનો જથ્થો જપ્ત કરી 8 વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઝઘડિયા પોલીસે બાતમી આધારે જેસપોર ગામે અનાજ- કરીયાણું વેંચતા મારવાડીની દુકાને દરોડો પાડ્યો હતો. દુકાનમાં તપાસ દરમિયાન 60 કિલો અખાદ્ય ગોળનો જથ્થો અને 1285 કિલો મહુડાના ફૂલ મળી આવ્યા હતા. વતન રાજસ્થાન ગયેલા દુકાન માલિક રામજી ગજ્જર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.એવી જ રીતે ધારોલી ગામે વેપારી પ્રવિનચંદ્ર મોદી, મહેન્દ્ર ઉર્ફે ગાંધી, મુકેશ મોદી, નરહરિ ઉર્ફે ગાંધી, રાકેશ મોદી અને સંજય ગાંધીની દુકાનમાં તપાસમાં કુલ અખાદ્ય ગોળનો 3700 કિલો, 4200 કિલો મહુડાના ફૂલ અને 900 કિલો ફટકડીનો જથ્થો મળી આવતા કબ્જે લેવાયો હતો. ચારેય દુકાનદારો અને વેપારીઓ સામે રૂપિયા 1.33 લાખનો દેશી દારૂ ગાળવાનો જથ્થો વેચવા બદલ કાર્યવાહી હાથ ધરાઈ છે.
નશીલા પદાર્થના વેપલામાં ભરૂચ જિલ્લો પણ હોટસ્પોટ રહ્યો છે. વિદેશી દારૂ સાથે દેશી દારૂ અને ગાંજો તેમજ ચરસનું દુષણ પણ ફુલ્યું ફાલ્યું છે. ભૂતકાળમાં ભરૂચમાં વિદેશી દારૂ બનાવવાની ફેકટરીઓ પણ પકડાઈ હતી.તો હાલમાં જ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચનાથી દેશી દારૂની કેટલીય ભઠ્ઠીઓનો નાશ કરાયો હતો. ખાસ કરી ગામડા અને આદિવાસી પંથકમાં મહુડો અને દેશી દારૂનું ચલણ ધૂમ હોય છે. આમાં વેપારીઓ દુકાનદારે પણ રોકડી કરી લેવા ઝપલાવ્યું હતું. જેમાં વેપારીઓએ અખાદ્ય ગોળ, ફટકડી, મહુડાના ફુલનો મોટી માત્રામાં જથ્થો વેંચતા હતા જેનો દેશી દારૂ ગાળવામાં ઉપયોગ થતો હતો.
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.