November 22, 2024

GACL એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા સાગબારાનાં ખેડૂતો માટે એક દિવસીય ઔષધિય વનસ્પતિની ખેતી અંગેની મિટિંગ યોજવામાં આવી.

Share to





તારીખ 29 મે ના રોજ GACL એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા સાગબારાનાં ખેડૂતો માટે અમીયાર ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઔષધિય ખેતી કરવા માટે તૈયાર 15 ગામના 120 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. જેમાં ઔષધિય ખેતી સજીવ ખેતી દ્વારા કરવાંની હોય વિવિધ પ્રકારના સજીવ ખાતર બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી, ત્યાર બાદ બધા જ સભ્યોને ઓર્ગેનિક ખાતર તથા લિકવિડ ખાતરની બોટલ પણ આપવામાં આવી, ત્યાર બાદ આ સભ્યોને ઔષધિય ખેતી કરવા માટે જમીન તૈયાર કરવા માટેની તથા પાણીની વ્યવસ્થા કરવા માટેની સહાય આપવામાં આવી. પોચાભાઈ ફાઉન્ડેશનનાં હિંમત ભાઇ દ્વારા બધા ખેડૂતોનો આભાર માનવામાં આવ્યો. અંતે પ્રીતિ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

રિપોર્ટર. દિનેશ વસાવા. દૂરદર્શી ન્યૂઝ . સાગબારા. 9909355809


Share to