આ કારોબારીની બેઠકમાં મેં તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા, માજી. રાજ્ય સરકાર મંત્રીશ્રી છત્રસિંહ મોરી તથા માજી. ધારાસભ્યશ્રી કિરણભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, ભરૂચ જિલ્લા મહામંત્રીશ્રી ફતેસિંગભાઈ ગોહિલએ ઉપસ્થિત રહેલા જંબુસર તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ તથા ઉપપ્રમુખશ્રી, તાલુકાના તમામ મોરચાના હોદેદારો, મંડળના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલના કન્વીનરો તથા તાલુકાના કારોબારી સભ્યો, પેજ કમિટીના પ્રમુખો તથા સભ્યોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ પ્રજાલક્ષી કામો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી તથા સરકારે પસાર કરેલા ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું.
આ કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતાપસિંહ પરમાર, ભરૂચ જિલ્લા મંત્રીશ્રી નિશાંત મોદી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અંજુબેન સિંધા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગીતાબેન, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અજયસિંહ જાદવ, તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, જિલ્લાના તમામ મોર્ચના હોદેદારો, મંડળના પ્રમુખો, સેલના કન્વીનરો અને જિલ્લાના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.