November 22, 2024

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા હોન્ડા કંપની માં સા. રજી. નં.૬૪ 34 1058 ની ઉપર ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા મો.સા. મળી કુલ કિં.રૂ.૬૮,૩૨૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્રશોધી કાઢ્યો

Share to



શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ.દેસાઈ સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે વહેલી સવારના પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન આજરોજ વહેલી સવારના એક હોન્ડા કંપની કાળા કલરની લાલ પટ્ટા વાળી મો.સા. રજી. નં GJ 34 0 1058 ની ઉપર એક ઈસમ ઈંગ્લીશદારૂની લઇને રામાપલસાદી થઇને નસવાડી જનાર છે. જે બાતમી હકિકત આધારે આજરોજ તા.૦૫/૦૭/૨૦૨૧ ના વહેલી સવારમા રામાપલસાદી ગામે રોડ ઉપર નાકાબંધી કરી ઉપરોક્ત હકીકત વાળી મો.સા. આવતા મો.સા.નો પીછો કરતા સદર મો.સા.નો ચાલક પોતાની મો.સા. તથા પ્રોહી મુદ્દામાલની કુલ કિંમત કુલ કિંમત રૂપિયા ૬૮,૩૨૦/- ના મુદ્દામાલ છોડી જંગલ ઝાડીમા નાસી ગયેલ તે મો.સા. ચાલકના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી મો.સા. ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to