પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ ભરૂચ 18-04-22
દારૂ જથ્થો રાખનાર અને મોકલનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ જિલ્લા LCB પોલીસે ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. આજરોજ તા.૧૮ મીના રોજ ભરુચ એલસીબી ની ટીમને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે એક બુટલેગરે પોતાના ઘર નજીક ખેતરમાં ગેરકાયદેસર દારુનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ખેતરમાં અલગઅલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઇ હતી. પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગઅલગ બ્રાન્ડની કુલ ૮૭૦ જેટલી રુ.૯૭૨૦૦ ની કિંમતની બોટલો કબજે લીધી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ ઉપર નહિ મળેલ બુટલેગર સુનિલભાઇ માનસીંગભાઇ વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડીયા તેમજ દારુનો જથ્થો મોકલનાર પ્રકાશ ઉર્ફે પકો વસાવા રહે.ગામ નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. એલસીબી ભરુચ દ્વારા આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો