November 21, 2024

નેત્રંગ નગર ના જગન્નાથ કોમ્પ્લેક્ષ ના રહીશો ઉભરાતી ગટર લાઇન ને લઇ ને હેરાનપરેશાન.પંચાયત સતાધીશોને  ૨૦ દિવસ થી લેખિત મા રાવ નાખવા છતા પાણી નુ નામ ભુ.

Share to



નેત્રંગ.  તા. ૧૭-૦૪-૨૦૨૨.

નેત્રંગ નગર ના ચાર રસ્તા વિસ્તાર મા આવેલ એક કોમ્પ્લેક્ષ મા રહેતા રહીશો  તેઓના વિસ્તાર ની ગટર લાઇન ઉભરાતા ગટર ના ગંધાતુ પાણી રોડ પર વહેતા રહીશો હેરાનપરેશાન થઇ ઉઠીયા છે. ઉભરાતી ગટર ને લઇ ને રોગચાળો ફાટી નિકળવાની દહેશત થી રહીશો મા ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ પંચાયત સતાધિશો નુ ૨૦ , ૨૦ દિવસ થી લેખિત મા રાવ નાખી દયાન દોરવા છતા પાણી નુ નામ ભુ .
નેત્રંગ નગર મા ચાર રસ્તા વિસ્તાર મા ઝંખવાવ રોડ તેમજ ડેડીયાપાડા રોડ ને અડી ને આવેલ જગન્નાથ કોમ્પ્લેક્ષ જયા દુકાનો સહિત રહેઠાણ ના ધરો છે.  આ કોમ્પ્લેક્ષ ના રહીશોના ધર વપરાશ ના પાણી નો કોઈ નિકાલ નહિ હોવાથી તેઓની માંગ અને માગણી ને દયાન પર લઇ ને નેત્રંગ ગ્રામપંચાયત તરફ થી ગટર લાઇન બનાવી આપવામા આવી છે. જે ગટર લાઇન નુ પાણી બાગ પાસે આવેલ વારીગુઁહ  ની બાજુ ના કોતર વિસ્તાર મા છોડવામા આવે છે.
સદર ગટર લાઇન છેલ્લા ૧૫ , ૨૦ દિવસ થી ચોકઅપ થઇ જતા ગટર નુ ગંદુ પાણી રહીશો ના રોડ પર તેમજ અન્ય બીજી જગ્યાઓ પર ફરી વળતા અને આ પાણી અત્યંત દુર્ગંધ મારતુ હોવાથી રહીશો તોબાપોકારી ઉઠીયા છે. રોજે રોજ આ વહેતા ગટરના ગંધાતા પાણી થી હેરાન પરેશાન કોમ્પ્લેક્ષ ના રહીશો દ્રારા ૨૦ દિવસ પહેલા લેખિત મા રાવ નાખીયા બાદ  દેખાડો કરવા પુરતુ નઇ જેવુ કામ કયાઁ બાદ પાણી ના નિકાલ બાબતે તાત્કાલિક યોગ્ય કાયઁવાહી નહિ કરવામા આવતા આજની તારીખ મા પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત રહીશો સેવી રહ્યા છે. જેને લઇ ને ચિતાનો માહોલ ઉભો થયો છે. આ બાબતે ગ્રામપંચાયત સતાધિશો તાત્કાલિક યોગ્ય કાયઁવાહી કરે કે કેમ ??? તેવા સવાલો કોમ્પ્લેક્ષ ના રહીશો કરી રહ્યા છે. નેત્રંગ આરોગ્ય વિભાગ ની ટીમ પણ જગન્નાથ કોમ્પ્લેક્ષ ની મુલાકાત તે જરૂરી છે.


                નેત્રંગ ના જગન્નાથ કોમ્પ્લેક્ષ મા અંડર ગ્રાઉન્ડ ગટર લાઇન નુ ઉભરાતુ પાણી તેમજ ઢાકણ ખુલ્લા મુકી અધુરી કામગીરી થતા રહીશો તોબાપોકારી ઉઠીયા છે.

દુરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed