નેત્રંગ. તા. ૧૭-૦૪-૨૦૨૨.
નેત્રંગ પંથક મા તંત્ર ની રહેમ નજર હેઠળ બેરોકટોક ઓવરલોડ ખનિજ ભરી રોજે રોજ દોડતા વાહનો થી ભંયકાર અકસ્માત નો ભય લોકોમા સેવાઇ રહ્યો છે. જેમા પણ નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર માથી પોલીસ ની હાજરી માજ માટેલા સાઢ ની માફક હવાઈ સપીડથી રેતી ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે. ત્યારે લોકોના જીવ અંધર થઇ જાઇ છે.
તો બીજી તરફ લેતી દેતા ના વ્યવહાર ને લઇ ને જીલ્લા તેમજ સ્થાનિક ટાફીક પોલીસ ૧ થી ૧૦ તારીખ સુધી નેત્રંગ પંથક માથી ઓવરલોડ દોડતા વાહનો પર બાજ નજર રાખે છે. પરંતુ એક પણ ઓવરલોડ વાહનો ના કેસ બનતા નથી. તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ વિસ્તાર મા આવેલ ખાણો તેમજ કવોઁરી ઉધોગો ધમધમી રહ્યા છે. સાથે આજુ બાજુ વિસ્તાર તેમજ અન્ય જીલ્લા ઓમ ચાલતી રેતીની લીજો ને લઇ ભારે ખમ વાહનો રોજે રોજ નેત્રંગ પંથક માથી પસાર થાય છે. ખનિજ તેમજ રેતી વહન કરતા મોટાભાગે હાઇવા ટકો થકીજ થાય છે. ત્યારે આ હાઇવા ધારકો તંત્ર સાથે ની મીલી ભગત થી હાઇવા ટૢકોની તેમજ, રોડો ની ભાર સમતા થી વધુ આરટીઓના નિયમોને નેવે મુકી ઓવરલોડ માલ ભરી દોડતા હોય છે. જેને લઇ ને ભારે અકસ્માત નો ભય પ્રજા મા જોવા મળી રહ્યો છે. નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર માંથી બોડેલી ની ઓરસંગ નદી ની રેતી ભરેલા ૧૦૦ થી ૧૫૦ હાઇવા ટકો નેત્રંગ થી સુરત તાપી, વલસાડ, વાપી તરફ જાઇ છે. સદર હાઇવા ટકો ખાલી તેમજ ઓવરલોડ ભરેલા હોઇ છે. તેવા સંજોગો મા પણ ભરચક ચાર રસ્તા વિસ્તાર માથી પોલીસ ની હાજરી હોવા છતા માટેલાસાંઢ ની માફક બેરોકટોક હવાઈ સપીડે પસાર થતા હોવાને લઇ ને ચાર રસ્તા વિસ્તાર મા ધંધો રોજગાર કરતા લોકો મા ભયનો માહોલ જોવા મળે છે. ઓવરલોડ ખનિજો ભરી ને દોડતા વાહનો ના નંબરો થી લઇ સાઇડ લાઇડો સહિત અનેક જાતના આરટીઓના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો લોકો ને જોવા મળે છે. પણ તંત્ર ને જોવા નથી મળતા. !!
નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર મા કોઇ મોટો ગોજારો અકસ્માત બને તે પહેલા તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
દુરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો