November 22, 2024

ઝઘડીયા તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ સિલિકા પ્લાન્ટ્…સવાલ એ છે કે કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર ?

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 11-04-22


ઝઘડીયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ ચોરો આડેધડ ખનીજ સંપતિ લુંટતા હોવાની બૂમો તેમ છતાં કેટલાક ગેરકાયદેસર ચાલતા સિલિકા ના પ્લાન્ટ….તંત્ર ની રહેમરાહે ચાલતા હોવાની લોક ફરિયાદો


ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. ઝગડીયા તાલુકામાં લાંબા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે.ત્યારે વાત કરવામાં આવે તો તાલુકામાં આજે ઘણા સ્થળોએ બિલાડીના ટોપની જેમ સિલિકાના અસંખ્ય પ્લાન્ટ્સ ફુટી નીકળ્યા છે. આમાં કેટલાક કાયદેસર છે તો કેટલાક ગેરકાયદેસર ચાલે છે…એ બાબતે આજુબાજુ ના ગામો ના સ્થાનિક લોકો એ આવા પ્લાન્ટ અને તેઓ ના ઓવરલોડ વાહણ ના કારણે હેરાનગતિ થતી હોવાની ફરિયાદો પણ ઉઠેલી છે ત્યારે તાલુકામાં લાંબા સમયથી આવી બુમો ઉઠતા

જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અને તાલુકાના અધિકારીઓ ને કેટલાક ખનીજ માફિયાઓ બાબતે કોઇવાર હોબાળો થાય ત્યારે મહદઅંશે ખનીજ ખનનમાં ગેરરીતિઓ પકડવા રેતીની લીઝો પર રેઇડ પાડતા હોવાનું લાંબા સમયથી દેખાય છે. ત્યારે નિયમ બધા માટે સરખો હોવો જોઇએ તેમ છતાં અધિકારીઓ ના લોકલાડીલા પ્લાન્ટ ધારકો ને છાવરતા હોઈ છે તાલુકામાં હાલ ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત મુખ્ય માર્ગો નજીક પણ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ આ સિલિકાના પ્લાન્ટ્સમાં કેટલા કાયદેસર છે અને ઘણા ગેરકાયદેસર રીતે ચાલે છે જેઓ જાહેર રસ્તા અને હવા માં ઉપર પ્રદુષણ પણ ફેલાવતાં નજરે ચડતા હોઈ છે…ત્યારે તંત્ર આ બાબતે તાકીદે યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તે જરૂરી બની ગયું છે

#DNSNEWS

Satish vasava /


Share to