November 21, 2024

ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી ૫ વાહનોની ચોરી

Share to

(ડી.એન.એસ)ભરૂચ,તા.૧૬
પ્રતિનિધિ,સતિષ દેશમુખ દ્વારા ,

ભરૂચના સક્કર તળાવ વિસ્તારમાં રહેતા મોહમ્મદ તારીક નજીર એહમદ શેખે પોતાની એક્ટીવા મોપેડ નંબર-જી.જે.૧૬.સી.જે.૩૫૬૫ પોતાના ઘરની આગળ પાર્ક કરી હતી. તે દરમિયાન ગત તારીખ-૧૪મી માર્ચના રોજ વાહન ચોરો ત્રાટક્યા હતા અને રૂ. ૪૦ હજારની મોપેડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વાહનચોરીના અન્ય કિસ્સામાં ભરૂચના વેજલપુર લીમડી ચોક હનુમાન મંદિર સામે રહેતા પ્રજ્ઞેશ જયંતીભાઈ મિસ્ત્રીએ પોતાની એક્ટીવા નંબર-જી.જે.૧૬.બી.સી.૫૭૫૩ પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેમની ૧૫ હજારની એક્ટીવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે લીમડી ચોક કુમાર શાળા સામે પાર્ક કરેલી ઉત્સવ ગીરીશ પરમારની એક્ટીવા નંબર-જી.જે.૧૬.બી.પી.૯૪૬૦ની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. ત્રણેય મોપેડ ચોરી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે સુરતના ઉમરપાડા ગામના સરદાર પટેલ ફળિયામાં રહેતા સુરેશ શાંતિલાલ વસાવા ૧૪મી માર્ચના રોજ અંકલેશ્વરના સંજાલી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરાતા સોમવારી હાટ બજારમાં આવ્યા હતા. જેમણે હાટ બજારની બહાર પોતાની બાઈક નંબર-જી.જે.૧૯.બી.ડી.૩૦૫૩ પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેમની રૂ. ૬૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો દહેજના જાેલવા ગામના સંસ્કાર એવન્યુના પાર્કિંગમાંથી રૂ. ૨૨ હજારની બાઈક નંબર-જી.જે.૧૬.સી.ઈ.૭૩૬૪ની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. આ તમામ ચોરીની ઘટનાઓને પગલે સંબંધિત પોલીસ મથકોએ ફરિયાદો નોંધાવાઈ હતી.ભરૂચ જિલ્લામાં ફરીથી વાહનચોરો સક્રિય થયા છે. જિલ્લાના પાંચ અલગ અલગ સ્થળેથી વાહનચોરો પાંચ વાહનોની ચોરી કરી ફરાર થયા છે. જેના પગલે વાહન માલિકો દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે.


Share to

You may have missed