November 21, 2024

નર્મદા:બેકાર યુવાન ચોરી કરવા મજબુર બન્યો, પણ આખરે પોલીસ ના હાથે ઝડપાઈ ગયો

Share to

ઈકરામ મલેક:નર્મદા

બેરોજગારી અને બેકારી થી ત્રસ્ત બનેલા યુવાનો ને પોતાનું અને પોતાના પરિવાર નું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગે ત્યારે સારાં-નરસા મૂલ્યો માત્ર પુસ્તકો મા કહેવાયેલી વાતો બની જાય છે. પોતાના પરિવાર નું ભરણ પોષણ કરવા માટે માણસ ગુનો કરતા પણ અચકાતો નથી. આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લા ના ટીલકવાળા તાલુકા મા બન્યો છે.

તાલુકા ના એક ગામ મા રાત્રી ના સમયે ઘર નજીક પાર્ક કરેલા લોકો ના વાહનો ની બેટરી ચોરાઈ જવા ની ઘટનાઓ બનવા માંડે છે, ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરે છે. પોલીસ ને ખાનગી બાતમીદારો દ્વારા મળેલી બાતમી ને આધારે દેવલિયા ના એક ઈસમ ઉપર શંકા મજબૂત બને છે, ત્યારે પોલીસ દ્વારા શંકા ના ઘેરા મા આવેલા યુવાન ને યુક્તિ પૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરતા યુવાન ત્રણ વાહનો ની બેટરી ચોરી ની કબૂલાત કરી લે છે.

શા માટે ચોરી કરી? એવા પોલીસ ના સવાલ નો જવાબ સાંભળી ને પોલીસ પણ થીજી ગઈ હતી, આરોપી યુવક પોતે 2 મહિના થી બેરોજગાર હોઈ ને પૈસા ની જરૂર હોય કોઈ રોજગાર ના મળતા કંટાળી ને ચોરી કરવા નો રસ્તો અપનાવવા મજબુર બન્યો હતો. પોલીસે આરોપી યુવક પાસે થી ચોરી ની ત્રણ બેટરી કિંમત રૂ.12 હજાર રિકવર કરી હતી અને યુવક સામે ગુનો દાખલ કર્યો હતો.

કાયદા ની નજરે ગુનો એ ગુનોજ છે, પણ માણસ જ્યારે બધી બાજુ થી નાસીપાસ થઈ જાય છે, ત્યારે નાછૂટકે ગુનાખોરી ના રસ્તે ચાલી પડતો હોય છે, એમ આ કિસ્સા ઉપર થી જણાઈ આવે છે.


Share to

You may have missed