(ડી.એન,.એસ),નવીદિલ્હી,તા.૨૧
આરોગ્ય મંત્રાલયે ‘બાળકો અને કિશોરોને લઈને સંશોધિત વ્યાપક માર્ગદર્શિકા’માં એમ પણ કહ્યું છે કે પાંચ વર્ષ અને તેનાથી નીચેના બાળકો માટે માસ્કની ભલામણ કરવામાં આવતી નથી. ઉપરાંત, કહ્યું હતું કે ૬-૧૧ વર્ષની વયના બાળકો માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સલામત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે. ૧૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકોની જેમ માસ્ક પહેરવા જાેઈએ. હાલમાં ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે સંક્રમણના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોના જૂથ દ્વારા માર્ગદર્શિકાની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોમાંથી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ્સથી થતો રોગ ઓછો ગંભીર છે. જાે કે મહામારીની ત્રીજી લહેરને સાવચેતીપૂર્વક દેખરેખની જરૂર છે. દિશા-નિર્દેશોમાં સંર્ક્મણના મામલાને લક્ષણ ના હોય, હળવા, મધ્યમ અને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈ લક્ષણ વગર અને હળવા કેસોમાં સારવાર માટે ‘એન્ટિમાઇક્રોબાયલ અથવા પ્રોફીલેક્સિસ’ની ભલામણ કરવામાં આવતી નથી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મધ્યમ અને ગંભીર કિસ્સાઓમાં જ્યાં સુધી ‘સુપરઇમ્પોઝ્ડ ઇન્ફેક્શન’ની શંકા ન હોય ત્યાં સુધી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ આપવી જાેઈએ નહીં. માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયગાળા માટે થવો જાેઈએ. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નવા પુરાવાની ઉપલબ્ધતા પર આ માર્ગદર્શિકાઓની વધુ સમીક્ષા કરવામાં આવશે અને અપડેટ કરવામાં આવશે. દિલ્હીની બીએલ કપૂર હોસ્પિટલના વરિષ્ઠ ચિલ્ડ્રન ડો. રચના શર્માએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો યોગ્ય રીતે માસ્ક પહેરી શકતા નથી, જેના કારણે તેમને માસ્ક ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. એમ પણ કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફની માર્ગદર્શિકા કહે છે કે નાના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી.એક બાજુ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તો આ વચ્ચે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સંર્ક્મણની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટિવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી અને જાે સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે તો તેને ક્લિનિકલ સુધારના આધાર પર ૧૦થી ૧૪ દિવસમાં ડોઝ ઓછા કરી શકાય છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો