November 21, 2024

નસવાડી પોલીસે મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારીના સમયમાં જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “બોગસ ડોકટર” ઝડપાયો

Share to

નસવાડી પોલીસે મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારીના સમયમાં જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “બોગસ ડોકટર” મેડીકલ સાંધનો એલોપેથીક દવાઓ, ઇન્જેકશન મળી કુલ કિંમત રૂપીયા ૨૬,૦૮૨/- ના મુદ્દામાલ સાથે સારવાર કરતો “નકલી ડોકટર” ઝડપ્યો

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજય ગાંધીનગર નાઓના પત્ર ક્રમાકઃ- જી-૧/કા.વ્ય./ટે-૨/COVID-19{facke doctors)/ ૨૨૯૦/૨૦૨૧ તા.૨૧/૦૫/૨૦૨૧ અન્વયે તથા શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શમાં પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ,દેસાઈ પો.ઈન્સ, બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમા સમાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો તા.૦૩/૦૬/૨૦૨૧ ના રોજ નસવાડી ટાઉન વિસ્તારમા હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ, સી.ડી.પટેલ નાઓને મળેલ બાતમી હકિકત આધારે મોજે નસવાડી ખાતે આવેલ શિવમંદિર ની બાજુમા શુષાંત જ્ઞાનેન્દ્રભાઇ બક્ષી હાલ રહે. નસવાડી શિવનગર તા. નસવાડી જી છોટાઉદેપુર મુળ રહે, બોંગા બક્ષી ફળીયા તા. બોંગા જી. પરગણા (પશ્ચીમ બંગાળ) નાનો ધોરણ ૧૨ પાસ સુધી અભ્યાસ કરેલ હોય અને જે છેલ્લા સાત ચોવીસ વર્ષથી કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ સાધનો,એલોપેથીક દવાઓ,ઇન્જેકશન સાથે કુલ કિંમત રૂપીયા ૨૬,૦૮૨/-ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપી વિરુધ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામા આવેલ છે. વધુ તપાસ ચાલુ છે.

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed