November 21, 2024

ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ

Share to

૫ મી મેના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે.

૧૯૭૨ માં પ મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટેની ચર્ચા માટે એકઠા થયા,અને પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા નિર્ણય લેવાયો.તેમજ પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામુ બહાર પડાયુ. તેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫ મી જૂનના દિવસને “”વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોઇ ,ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લા પંચાયત ના સભ્ય મહેન્દ્ર સિંહ વાસદીયાના સહયોગથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઉમલ્લાના અલગ અલગ વિસ્તારો મા વૃક્ષ રોપણ કરી પર્યાવરણ ની સુરક્ષા તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઈ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવા મા આવી હતી.કાર્યક્રમમાં ઉમલ્લાના પી.એસ આઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન રશ્મિકાંત પડ્યા,ઉમલ્લાના સરપચ દશરથ ભાઈ વસાવા તેમજ દુ.વાઘપૂરાના તલાટી ઉદેસિંહ વસાવા સહિત ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed