November 21, 2024

રાજ્ય અને કેન્દ્રની સરકારોને કામ જ નથી કરવું ઃ સુપ્રિમ કોર્ટ

Share to



(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૮
પ્રદૂષણ અટકાવવા માટે એનસીઆરના રાજ્યોમાં કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે હજારો વર્કર્સની રોજગારી પર તેની અસર થઇ રહી છે. એવામાં આ મજૂરો અને કડીયા વગેરે દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. અને માગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી કન્સ્ટ્રક્શનનું કામકાજ બંધ રહે ત્યાં સુધી અમને વળતર આપવામાં આવે કેમ કે અમે દૈનિક કમાઇને દૈનિક ખાનારા મજૂરો છીએ. સુપ્રીમ કોર્ટમાં નેશનલ કેમ્પેઇન કમિટી ફોર સેન્ટ્રલ લેજિસ્લેશન દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અને બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે જે ટીવી ડિબેટ ચાલી રહી છે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પરાળી સળગાવતા ખેડૂતોને ફાઇવ સ્ટાર બોટેલોમાં એસીમાં બેસીને સલાહ આપવી આસાન છે. જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મે પરાળી સળગાવવાથી જ પ્રદૂષણ ફેલાય છે તેવું નથી તેમ સુપ્રીમમાં કહ્યું હતું. મારા આ નિવેદનને કારણે મીડિયા કહી રહ્યું છે કે મે સુપ્રીમને ખોટી જાણકારી આપી છે. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પબ્લિક ઓફિસમાં આવી ટીકાઓ થતી રહે છે તેને ભુલી જાઓ.પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે સરકારો અને સરકારી બાબુઓનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે પ્રદૂષણ અટકાવવાની કોઇ દાનત જ નથી અને બધુ જ સુપ્રીમ કોર્ટ પર છોડી દેવું છે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વર્ક ફ્રોમ હોમનો નિયમ હાલ લાગુ કરવો શક્ય નથી. જાેકે પ્રદૂષણ અટકાવવા માટે કાર પૂલિંગના સમર્થનમાં છીએ. સુપ્રીમ કોર્ટે વર્ક ફ્રોમ હોમ અંગે વિચારવા દિલ્હી અને કેન્દ્ર સરકારને કહ્યું હતું જે મુદ્દે દિલ્હી સરકાર સહમત થઇ હતી પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નિયમો લાગુ કરવાની કેન્દ્ર સરકારે ના પાડી દીધી છે. સમગ્ર એનસીઆરમાં ઉધ્યોગો બંધ રાખીને કર્મચારીઓને ઘરે બેસીને કામ કરવાનો પ્રસ્તાવ દિલ્હી સરકારે મુક્યો હતો. કેન્દ્રએ સુપ્રીમનો પ્રસ્તાવ નકારી દીધો હતો જ્યારે હરિયાણા અને દિલ્હી સરકારે કહ્યું હતું કે જે આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરવા માટે તૈયાર છીએ. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સંકટ પર યોજાયેલી ઇમર્જન્સી બેઠકમાં લેવાયો હતો. આ આદેશમાં દિલ્હી, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશને સલાહ આપવામાં આવી છે કે ૨૧મી નવેંબર સુધી ઓછામાં ઓછા ૫૦ ટકા કર્મચારીઓને ઘરે બેઠા કામ કરવાની અનુમતી આપવામાં આવે. સાથે જ જરૂરી હોય તે સિવાયના સામાનને લઇને જતા ટ્રકોને છોડીને બાકીના અન્ય ટ્રકોને ૨૧મી નવેંબર સુધી દિલ્હીમાં પ્રવેશ આપવામાં નહીં આવે.


Share to

You may have missed