November 21, 2024

આઝાદીનો અમૃત્ત મહોત્સવ- આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા-સુરત’

Share to


૧૯મીએ સુરત જિલ્લાના ૬ તાલુકાના ૧૨ ગામોમાં વિકાસ રથ પરિભ્રમણ કરશે
——-
સુરત:ગુરૂવાર: ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ રથ’ દ્વારા ત્રિદિવસીય યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે, જેના ભાગરૂપે તા.૧૯મી નવે. ના રોજ જિલ્લાના માંગરોળ, માંડવી,ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી અને ઓલપાડ એમ કુલ ૬ તાલુકાના ૧૨ ગામોમાં રથ પરિભ્રમણ કરશે.
માંગરોળ તાલુકાના લવેટ ગામ, ઉમરપાડા તાલુકાના કેવડી અને ધાણાવડ ગામ, માંડવી તાલુકાના સઠવાવ, બારડોલી તાલુકાના વાંકાનેર-સુરાલી-રૂવા ભરમપોર-ખરવાસા અને ચોર્યાસી તાલુકાના સણીયા કણદે, કવાસ, ભટલાઈ તેમજ ઓલપાડ તાલુકાના પીજરત ગામે વિવિધ યોજનાકીય વિગતોથી ગ્રામવાસીઓને માહિતગાર કરાશે.


Share to

You may have missed