November 21, 2024

આજ રોજ આત્મનિર્ભર ગ્રામ વિકાસ યોજના અંતર્ગત માંગરોળ તાલુકાના નાની

Share to

આજ રોજ આત્મનિર્ભર ગ્રામ વિકાસ યોજના અંતર્ગત માંગરોળ તાલુકાના નાની પારડી અને હરસણી મુકામે 60 લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત, માંગરોળ આરોગ્ય કેન્દ્ર મુકામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 12 લાખ 80 હજાર ફાળવી એમ્બ્યુલન્સનુ રીબીન કાપી, શ્રીફળ વધેરી, ઝંડી બતાવીને THO સમીર ચૌધરી, સુપ્રીટેડન્ટ ડો રાકેશભાઈને અર્પણ કરી તેમજ 62 લાખ 40 હજારના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તૈયાર થનાર ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું. ગ્રામ્ય વિસ્તારને અને ગામલોકોને પૂરતી સવલત મળે એ માટેની આ જરૂરી વ્યવસ્થાઓને સૌએ વધાવી લીધી. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ભૂમિબેન વસાવા, સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, દીપકભાઈ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, તનોજભાઇ પરમાર, વિપુલભાઈ પરમાર, ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા:


Share to

You may have missed