November 21, 2024

રાજ્યમાં તહેવારો બાદ ૪૦ કેસ આવ્યા ના આરોગ્યમંત્રીના નિવેદન થી ત્રીજી લહેરનો ભય

Share to



(ડી.એન.એસ.) અમદાવાદ, તા.૧૨
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દર શુક્રવારે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગંભીર પ્રકારના ૮ જેટલા રોગોનું નિદાન કરીને સ્થાનિક સ્તરે અથવા જરૂર જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી દર્દીઓને ઝડપથી રોગમૂક્ત બનાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવશે. દર્દીઓને આપવામાં આવતા નિરામય કાર્ડ અંતર્ગત સ્ક્રીનીંગ થી લઇ સર્જરી સુધીની તમામ સારવાર અને સ્વાસ્થય સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું ઉમેર્યુ હતું.દિવાળી પછી શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, જેથી લોકોએ આગામી ૧૫ દિવસ સુધી તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે, આગામી ૧૫ દિવસમાં કોવિડના કેસ વધશે તો સંક્રમણ વધી શકે છે, પરંતુ, જાે કેસમાં ઉછાળો ન આવે તો થર્ડ વેવમાંથી બહાર નીકળી જવાની શક્યતા છે.સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ, રણ સહિત ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર ૨૫ લાખથી વધુ લોકો ઊમટ્યા હતા. કચ્છના સફેદ રણ સિવાય હેરિટેજ સાઇટ જાહેર થયેલા ધોળાવીરામાં પણ પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકિંગ ફુલ થઇ ગયાં હતાં. મોટી સંખ્યામાં લોકોએ સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવાં જાણીતા મંદિરોમાં દર્શન પણ કર્યાં હતાં. સાપુતારા પણ પ્રવાસીઓમાં ફેવરિટ રહ્યું હતું. ગુજરાત બહારનાં સ્થળોએ પણ ગુજરાતીઓ જ જાેવા મળતા હતા. રાજસ્થાન, ગોવા સહિત દેશનાં અનેક સ્થળોએ પ્રવાસીઓમાં ગુજરાતી લોકોની સંખ્યા વધારે હતી.દિવાળી તહેવારો પુરા થતાં જ કોરોના ફરી પ્રસરવા લાગ્યો છે. તહેવારો દરમિયાન બજારોમાં માસ્ક વિના બજારોમાં ભીડ જામી હતી. તેમજ વેકેશન માટે પણ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ગોવાથી લઈ કાશ્મીર સુધી ફરવા ગયા હતા. માત્ર એટલું જ નહીં, એસટીમાં રેકોર્ડ બ્રેક બુકિંગ થયું હતું. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ગીર જેવા પ્રવાસન સ્થળોએ લોકો બેફામ બની ફર્યા હતા. આ બેદરકારીનું ગંભીર પરિણામ હવે સામે આવી રહ્યું છે. રાજ્યમાં હવે દરરોજ ૪૦ જેટલા કોરોનાના કેસો આવવા લાગ્યા છે. આ અંગે નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવવા આવેલા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અને એના એક દિવસ પહેલાં જે કેસો સામે આવ્યા છે, જેમાંથી ૪૦માંથી ૫૦થી ૬૦ ટકા જેટલા કેસો ગુજરાતી બહાર દિવાળી દરમિયાન પ્રવાસ અથવા તો ફરવા ગયા હોય તેવા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આવા તમામ ફરવા ગયા હોય તેવા લોકોનું પણ સર્વેલન્સ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની ૮ મહાનગર પાલિકામાં સમયમાં ફરીથી બીજી લહેર જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તમામ આઠ મહાનગર પાલિકાને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જેથી આ ઉપરાંત રાજ્યના તમામ મહાનગરપાલિકાના એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોમ પણ ઉભો કરવાની સૂચના સાથે આગામી દિવસોમાં તમામ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.


Share to

You may have missed