November 21, 2024

ભારતમાં કોરોના બાદ ડેન્ગ્યુથી હાહાકાર મચ્યો

Share to



(ડી.એન.એસ.) નવી દિલ્હી, તા.૧૨
દર વર્ષે દુનિયામાં ૪૦ હજાર મૃત્યુ, ૪૦ કરોડ લોકો સંક્રમિત આફ્રિકા, અમેરિકા, એશિયાના ૧૦૦થી વધુ દેશોમાં આ સ્થાનિક બીમારીનો ખતરો છે. દર વર્ષે ૧૦થી ૪૦ કરોડ લોકો ડેન્ગ્યૂથી સંક્રમિત થાય છે. તેમાંથી ગંભીર ૪૦ હજાર લોકો જીવ ગુમાવે છે. સંગઠન અનુસાર તાજેતરના દાયકામાં ડેન્ગ્યૂના વૈશ્વિક ફેલાવામાં વધારે પડતી વૃદ્ધિ થઈ છે અને તેને ૧૭ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગોમાંથી એક મનાય છે. એનસીઆરમાં ડેન્ગ્યૂનો કેર જારી છે. એક અભ્યાસમાં ૪૩ ટકા લોકોએ જણાવ્યું કે આ વર્ષે તેમના પરિવારમાં કે નજીકના સંપર્કવાળાને ત્યાં કોઈને કોઈ સભ્યને ડેન્ગ્યૂ થયો છે. ૭૧ ટકા લોકોએ કહ્યું કે નગર નિગમે શરૂઆતમાં તેને રોકવાના ઉપાયો નહોતા કર્યાકોરોનાથી બેહાલ દુનિયાને ડેન્ગ્યૂ પણ પરેશાન કરી રહ્યો છે. મચ્છરોના કરડવાથી થતી આ બીમારી ભારતમાં ચાલુ વર્ષે ૩૨ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ૧.૨૦ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં ૨૩ હજારથી વધુ કેસ મળ્યા છે. જ્યારે દિલ્હીમાં ૨૭૦૦થી વધુ દર્દી મળ્યા. દુનિયાની વાત કરીએ તો પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ ડેન્ગ્યૂનો કેર તૂટી પડ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૧૯ હજારથી વધુ તો સિંધ પ્રાંતમાં ૪૨૦૦થી વધુ લોકો ડેન્ગ્યૂ પીડિત મળ્યા છે. બંને રાજ્યોમાં આશરે ૮૦ લોકો ડેન્ગ્યૂથી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બાંગ્લાદેશમાં પણ ૨૫ હજારથી વધુ મૃત્યુ થયા છે. ડબ્લ્યૂએચઓ અનુસાર દુનિયાની અડધી વસતી એટલે કે આશરે ૪૦૦ કરોડ લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં ડેન્ગ્યૂ થવાનો સૌથી વધુ ખતરો છે.


Share to

You may have missed