રાજપીપલા,રવિવાર :- રાજ્યમાં COVID-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના વંચાણ-૧ના હુકમથી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ ગૃહ વિભાગના તા.૦૮/૧૦/૨૦૨૧ના હુકમથી તા.૧૦/૧૧/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના જાહેરનામા ક્રમાંક: એમએજી/જાહેરનામું/વશી/૬૨૩૦ થી ૬૨૬૩/૨૦૨૧, તા.૦૯/૧૦/૨૦૨૧ થી વંચાણ-૨ના જાહેરનામાની અવધિ તા.૧૦/૧૧/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયેલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી ગૃહ વિભાગ દ્વારા તેઓના વંચાણ-૧ના હુકમથી મુકવામાં આવેલ નિયંત્રણોમાં ફેરફાર કરવામાં આવેલ છે તથા વંચાણ-૧ના હુકમની અન્ય વિગતો યથાવત રાખવામાં આવેલ છે. જે સૂચનાઓનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭ (૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ ની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામું તા.૨૯/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
તદ્દઅનુસાર, ઉક્ત જાહેરનામામાં જણાવ્યા મુજબ જિલ્લામાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) કરી શકાશે. સિનેમા હોલ ૧૦૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.
તેવી જ રીતે, સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯.૦૦ થી રાત્રિના ૦૯.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની
Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે. નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના તા.૨૫/૦૯/૨૦૨૧ ના પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાની અન્ય વિગતો યથાવત રાખવામાં આવે છે.
આ જાહેરનામાના ભંગ બદલ ‘THE EPIDEMIC DISEASES ACT 1897’ અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.