November 21, 2024

વિશ્વના દેશોમાં કોરોના ફરી પોતાનો પગ પેસરો કરી રહ્યો છે ત્યારે રશિયાએરશિયામાં સાત નવેમ્બર સુધી રજાઓ

Share to



(જી.એન.એસ), મોસ્કો, તા.૨૯
રશિયન શહેર હૈથની સરહદે આવેલા હેલોંગ જિયાંગ પ્રાંતમાં કોરોનાના ચાર કેસો મળવાને પગલે તેર લાખની વસ્તી ધરાવતાં શહેરમાં બિઝનેસ બંધ કરાવવાની માગણી કરાઇ છે. લોકોને જાહેરમાં ફરવા પર પાબંદી મુકી દેવામાં આવી છે. વિમાન અને ટ્રેન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આફ્રિકામાં ઓછી અને મધ્યમ આવકના દેશોમાં કોરોનાની રસીઓનું પ્રમાણ વધવાને પગલે બે અબજ સિરિન્જની અછત તોળાઇ રહી છે. ૨.૨ બિલિયન ઓટો ડિસ્પોઝેબલ સિરિન્જ આપોઆપ લોક થઇ જતી હોવાથી તેનો ફરી ઉપયોગ કરી શકાતો નથી. આફ્રિકાના ૫૪ દેશોમાંથી માત્ર પાંચ દેશોમાં જ વર્ષના અંતે ૪૦ ટકા લોકોને રસી આપવાનો લક્ષ્યાંક સિદ્ધ થાય તેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે સિરિન્જની અછતને કારણે રસીકરણની પ્રગતિ રૂંધાશે. દક્ષિણ આફ્રિકા, રવાન્ડા અને કેન્યામાં સિરિન્જ મળવામાં વિલંબ થવા માંડયો છે. દુનિયામાં કોરોનાના નવા ૨,૩૮,૨૫૮ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪૬,૦૦૦,૧૦૬ થઇ છે જ્યારે ૪૭૧૮ મરણ થવાને પગલે કુલ કોરોના મરણાંક ૪૯,૯૨,૦૬૮ થયો હતો. યુએસમાં કોરોનાના નવા ૭૮,૯૩૨ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૪૬,૫૯૭,૦૦૩ થઇ હતી અને ૧૫૯૪ જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક ૭,૬૧,૮૫૬ થયો હોવાનું વર્લ્‌ડોમીટર વેબસાઇટ પર જણાવ્યું હતું. જે દેશોમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે તેવા ટોચના પાંચ દેશોમાં યુએસએ-૪૬,૫૯૭,૦૦૩, બ્રાઝિલ-૨૧,૭૬૬,૧૬૮,યુકે-૮,૯૩૮,૯૬૫, રશિયા-૮,૨૨૦,૯૭૫ અને તુર્કી-૭,૯૩૫,૯૭૭નો સમાવેશ થાય છે. જે દેશોમાં કુલ કોરોના મરણાંક બે લાખ કરતાં વધારે છે તેમાં યુએસએ ૭,૬૧,૮૫૬,બ્રાઝિલ-૬,૦૬,૬૭૯, ભારત-૪,૫૫,૬૫૩,મેક્સિકો-૨,૮૬,૬૮૮, રશિયા-૨,૨૯,૬૭૨ અને પેરૂ-૨,૦૦,૧૧૮નો સમાવેશ થાય છે. દરમ્યાન યુરોપમાં ગયા સપ્તાહમાં દૈનિક કોરોના કેસો અને મરણાંકમાં મોટો વધારો નોંધાયો હતો. યુરોપના ૫૩ દેશોમાં દૈનિક કેસોમાં ૧૮ ટકાનો અને મરણાંકમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં યુએસએમાં સૌથી વધારે ૫,૧૩,૦૦૦ કેસો અને ૧૧,૬૦૦ મોત નોંધાયા હતા. બીજે ક્રમે બ્રિટનમાં ૩,૩૦,૦૦૦ કેસો અને રશિયામાં ૨૫ મિલિયન કેસો નવા નોંધાયા હતા. ચીનમાં પણ ૧૭ ઓક્ટોબર બાદ કોરોનાના ૨૭૦ કેસો નોંધાયા છે કોરોનાના કેસો વધવાને પગલે એક ડઝન જેટલા પ્રાંતોમાં પ્રિ-વોર મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. પ્રવાસન અને કેટરિંગ કંપનીઓ પર આ નિયંત્રણોની આકરી આર્થિક અસર પડી રહી છે.રશિયામાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસો અને મરણાંકને ખાળવા શનિવારથી સાત નવેમ્બર સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે. રશિયામાં સર્વાધિક કોરોનાના નવા દૈનિક કેસોની સંખ્યા ૪૦,૦૯૬ થઇ હતી જ્યારે ૧૧૫૯ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક હવે ૨,૩૫,૦૫૭ થયો છે. કોરોનાના ચેપના પ્રસારને ધીમો પાડવાના ઉદ્દેશથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ૩૦ ઓક્ટોબરથી સાત નવેમ્બર સુધી રજાઓ જાહેર કરી છે. આ સમયગાળામાં સરકારી અને ખાનગી ઓફિસો, મનોરંજન સ્થળો, બાર-રેસ્ટોરાં તથા તમામ ધંધારોજગાર પણ બંધ રાખવામાં આવશે. માત્ર જીવનાશ્યક ચીજાે વેચતી દુકાનો અને સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ ચાલુ રહેશે. જાે કે, સરકારે આકરાં શિયાળા પૂર્વે જાહેર કરેલી આ લાંબી રજાઓને લાભ લઇને રશિયનોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વેકેશન માણવા ધસી ગયા છે તો ઇજિપ્ત અને તુર્કીની પેકેજ ટુરોના બુકિંગમાં પણ મોટો ઉછાળો નોંંધાયો છે. દક્ષિણ રશિયાના સત્તાવાળાઓએ કોરોનાના કેસો ન વધે તે માટે મનોરંજન સ્થળો બંધ કરી દીધાં છે અને બાર-રેસ્ટોરાંમાં પણ પ્રવેશ મર્યાદિત કરી નાંખ્યો છે. સત્તાવાળાઓએ કોરોનાના કેસો અને મરણાંકમાં થઇ રહેલા સતત વધારા માટે રસીકરણના ધીમા દરને જવાબદાર ગણાવ્યો છે. ૧૪૬ મિલિયનની વસ્તીમાંથી માંડ ૪૯ મિલિયન રશિયનોએ કોરોનાની રસી મુકાવી છે.


Share to

You may have missed