September 10, 2024

જૂનાગઢ ના ભેસાણ તાલુકાના માંડવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક સ્વ. ગોરધનભાઈ સતાણી ના નામે પર્વત અને ગાર્ડન નું નિર્માણ થશે

Share to


આજરોજ ભેસાણ તાલુકાના માંડવા ગામે શિક્ષક સન્માન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પ્રાથમિક શાળાના શિક્ષક ભનુભાઈ ભુવા અને સંજયભાઈ સેજપાલને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું માંડવા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સ્વ. ગોરધનભાઈ સતાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક શાળામાં ગોરધનભાઈ ના નામે ગોવર્ધન પર્વત તેમજ ગાર્ડન બનાવવામાં આવશે જેમાં ગામલોકોએ આર્થિક સહયોગ આપ્યો છે.

આ પ્રસંગે ટીડીઓ સોલંકી સાહેબ, સરપંચ શ્રી સુરેશભાઈ, રાજકીય આગેવાન વજુભાઈ મોવલિયા, આચાર્યશ્રી મેઘનાથી સાહેબ તેમજ બંને સંઘના હોદ્દેદારો એવા સુરેશભાઈ ખુમાણ, ભરતભાઈ કહોર, નરેન્દ્ર ભાઈ ભુવા, જેઠવા ગૌરાંગભાઈ, દિલીપભાઈ ડાંગર, જીબી ખુમાણ, જયદીપભાઇ મકવાણા, સાગરભાઇ જેઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની જહેમત માંડવાના આચાર્ય શ્રી ચેતનભાઈ મેઘનાથી તેમજ બામણગઢ ના આચાર્યશ્રી મુકેશભાઈ હરખાણી અને બંને શાળાના શિક્ષકોએ ઉઠાવી હતી

મહેશ કથીરિયા
D, n, s news
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed