November 21, 2024

ઝઘડિયા તાલુકા ની મોટી મોટી બેન્કોના ATM તહેવાર ટાણેજ બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા તેવા ઝઘડિયા,ઉમલ્લા,રાજપારડી ના ગામોમાં પ્રાઇવેટ તેમજ રાષ્ટ્રીય કૃત બેંકો આવેલી છે અને આ બધીજ બેન્કોના એટીએમ પણ મુકવામાં આવ્યા છે પરંતુ હાલતો આ બધાજ એટીએમ શોભાના ગાંઠીયા સમાન સાબિત થઇ રહ્યા છે દિવાળીનો સમય નજીક હોય અને બેંકના ગ્રાહકો મોટી સંખ્યામાં બેંકમાં લેવડ દેવડ માટે આવતા હોય છે તથા બેંકોમાં ની બહાર લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહી લોકો તેઓ ના નાણાં ની લેવડ દેવડ કરવા આવતા હોય છે … ત્યારે એક ATM જ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહે છે જેમાંથી લાઈનો મા ઉભા રહયા વિના ઝડપથી તેઓ ના નાણાં મશીન દ્વારા ઉપડી જતા હોઈ છે ત્યારે ઉલ્લેખનીય છે કે બેંકો દ્વારા બેન્ક ની બહાર ATM મશીન મુકવામાં આવ્યા છે પરંતુ તેમાં રોકડ હોતીજ નથી અથવા સમયસર મૂકવામાં આવતી નથી…

તો ક્યાંક મશીનો મા ટેક્નિકલ એરર બતાવે છે અને તાલુકાની જનતાને તહેવાર મા ખરીદી તેમજ અન્ય કામ માટે નાણાં ની જરૂર હોઈ તો ATM મા નાણાં ઉપાડવા આવતા હોઈ છે ત્યારે ATM મશીન જ બંધ હાલત મા રહેતા લોકો ને પરેશાની નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..મોટી મોટી જાહેરાતો આપી પોતાની સારી સર્વિસ ના બનગા ફૂંકતી બેંકો સાચા અર્થે પોતાના ગ્રાહકો નાજ નાણાં સમયસર ઉપડે તે સુનિશ્ચિત કરે તે જરૂરી બની ગયું છે .. ત્યારે તાકીદે બેંકો દ્વારા સત્વરે ATM મશીન ચાલુ કરી લોકોને સુવિધામાં વધારો કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…

#DNSNEWS


Share to

You may have missed