આજ રોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ અને સીપી આઇએમ સંયુક્ત વિરોધ પક્ષ દ્વારા જુનાગઢ ગિરનારના રોપ-વે કંપની દ્વારા પ્રવાસીઓ પાસેથી ટિકિટના દર રૂપિયા ૭૦૦ તેમજ જૂનાગઢ શહેર માટે રૂપિયા ૬૦૦ લેવામાં આવે છે આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર ટિકિટના દર ઘટાડવા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે હાલમાં ગીરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે રોપ-વે કંપની દ્વારા બેફામ ભાવ વધારા થી જનતાના એક વર્ષની ટિકિટ ની આવક રૂપિયા 36 કરોડ થયેલ છે. રોપ-વેના ૬૫૦૦૦ પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી આવક પ્રાપ્ત થયેલ છે.આ ટિકિટ ના દર(ભાવ) વધારે હોવાના કારણે ગરીબ અને સામાન્ય જનતા રોપ-વે માં મુસાફરી કરી શકતી નથી અને રોપ-વે બની ગયેલ હોવા છતાં આમ જનતાને કોઈ ફાયદો થયેલ નથી. સરકાર પાસે અમારી માંગણી છે કે આ રોપ- વે ના ટિકિટના દર(ભાવ) તાત્કાલિક ઘટાડવામાં આવે.સરકાર પાસે થી માંગણી છે તે નીચે મુજબના ટિકિટના ભાવ રાખવામાં આવે છે જેથી કરીને તમામ લોકો માં અંબાજી અને ગિરનાર ના દર્શને જઈ શકે અને સૌ લોકો તેનો લાભ લઈ શકે. એ માટે તાત્કાલિક પણે આ ટિકિટના દર(ભાવ) ની માંગણી મૂકીએ છીએ એ તાત્કાલિક કરવા વિનંતી
તમામ પ્રવાસીઓ માટે ૧૫૦ રૂ, બાળકો માટે ૫૦ રૂપિયા,વૃદ્ધો માટે ૫૦ રૂપિયા દિવ્યાંગ માટે ૫૦ રૂપિયા,
આ મુજબ નો રોપ-વે ના ભાવ ટિકિટ ના દર નક્કી કરવામાં આવે તેવી કોંગ્રેસ અને cpim ની મુખ્ય માંગણી છે.જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકે અમારે રોપ-વે ના ભાવ ઘટાડવા બાબતે આંદોલન કરવું પડશે.
આ તકે અમીતભાઈ પટેલ (પ્રમુખ શ્રી શહેર કોંગ્રેસ સમિતિ,જુનાગઢ),ભીખાભાઈ જોશી (ધારાસભ્ય શ્રી, જુનાગઢ) બટુકભાઈ મકવાણા (મહામંત્રી સી પી આઈ એમ) જીશાન એમ હાલેપૌત્રા (એડવોકેટ, જુનાગઢ) ઉપસ્થિતિ રહી કલેકટર મારફત મુખ્યમંત્રી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો