November 21, 2024

સાયણ ખાતે કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ તથા રાજયના કૃષિમંત્રી મુકેશભાઈ પટેલનો સન્માન સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોઆગામી સમયમાં ૮૦૦ ગ્રામ સેવકોની ભરતી કરવામાં આવશેઃ કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ

Share to


——
ખેતીક્ષેત્રે નવા સુચનો, વિચારો હોય તો તે અંગેની રજુઆત કરવાનો અનુરોધ કરતા કૃષિમંત્રી
——-
૨૬૬ બોટલ રકત એકત્ર કરાયું
———
સુરતઃરવિવાર: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનો સન્માન સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રીશ્રીમતી દર્શનાબહેને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ૧૦૦ કરોડ દેશવાસીઓને વેક્સીન આપીને ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સરકાર ટુંક .સમયમાં ડ્રોન પદ્ધતિથી વૈજ્ઞાનિકઢબે ખેતરનું મેપીંગ કરી શકાય તેવી પદ્ધતિ લાવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં વડાપ્રધાને ‘ગતિશક્તિ પોર્ટલ’નું લોન્ચિંગ કર્યું જેનાથી ૧૬ જેટલા મંત્રાલયોનું સંકલન કરી થશે જેનાથી સમયની બચત સાથે અનેક કામો ઝડપથી થઈ શકશે. ટેક્ષટાઈલપાર્ક માટે ૭ મેગા પાર્ક જાહેર કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકલ ફોર વોકલના મંત્ર સાથે સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
આ વેળા કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાયણ સુગર દ્વારા સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલએ ઓલપાડવાસીઓ માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ છે. કોરોનાના કપરાકાળ દરમિયાન દર્દીઓ માટે કરેલી સગવડો તથા ડોકટરોની સેવાભાવના બદલ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ હોસ્પિટલ ગ્રાંન્ટેડ બને તેવા પ્રયાસો કરવામાં આવશે. આગામી સમયમાં નવી ટેકનોલોજીના આધારે મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાનો પ્લાન્ટો શરૂ કરવામાં આવશે. જેના કારણે મુલ્યવર્ધક ખેતી કરી શકાશે. ત્રણ ગ્રામ વચ્ચે એક ગ્રામસેવકની સેવા મળી રહે તે માટે આગામી સમયમાં ૮૦૦ ગ્રામસેવકોની ભરતી કરવામાં આવશે. મંત્રીશ્રીએ સૌ ખેડુતોને પરંપરાગત શેરડી અને ડાંગર જેવા પાકોથી ઉપર ઉઠીને કમલમ(ડ્રેગન) ફ્રુટ જેવા બાગાયતી પાકોની ખેતી કરવાની હિમાયત કરી હતી.
તેમણે કહ્યું કે, સરકાર તમારા માટે કાર્ય કરી રહી છે. ખેતીક્ષેત્રે કોઈ પણ નવા વિચારો કે સુચન હોય તો તે અંગેની જાણ કરવી. સુચન યોગ્ય હશે તો તેને ચોક્કસ અમલમાં મુકવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
આ પ્રસંગે ચલથાણ સુગરના ચેરમેનશ્રી કેતનભાઈ, સાયણ વિભાગ સંસ્થાના ચેરમેનશ્રી રાકેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી મનુભાઈ, ઓલપાડ તાલુકાના સંગઠન પ્રમુખશ્રી બ્રીજેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી જસૂબેન, અન્ય અગ્રણી સર્વશ્રી અમિતભાઈ, હેમંતભાઈ, યોગેશભાઈ, વિમલભાઈ, કેતનભાઈ, સમીરભાઈ, બોર્ડ ઓફ ડીરેક્ટરસના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed