૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ અને જંબુસર-આમોદ તાલુકા કાનુની સેવા સમિતિઓ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લાના જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ કેમ્પમાં ૪૩૨૬ લાભાર્થીઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લીધો
આ વેળાએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ- ભરૂચના સચિવશ્રી જે.ઝેડ. મહેતા, પ્રાંત અધિકારીશ્રી એ.કે.કલસરીયા, પ્રિન્સીપાલ,સિનિયર સિવિલ જજશ્રી ડી.એસ.શ્રીવાસ્તવ, ડીવાયએસપીશ્રી ગોહિલ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.