November 21, 2024

મોટરસાયકલ ની ચોરી કરનાર ભાટવાડા નો વિશાલ ઉર્ફે ગુલી LCB પોલીસ ના હાથે ઝડપાયો

Share to


નવરાત્રી દરમિયાન રાજપીપળા ના ભાટવાડા માંથી ચોરાયેલી બાઈક નો ચોર ફરિયાદી નોજ ભાઈ નીકળ્યો છે.

ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લા ના રાજપીપળા નગર મા બાઈક ચોરો એ છેલ્લાં ઘણા સમય થી તરખાટ મચાવ્યો છે, છાશવારે લોકો એ ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાઇકલો ની ઉઠાંતરી ના કિસ્સા પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ખાસ કરી ને રાજપીપળા નો પરા વિસ્તાર કહેવાય એવું વડીયા ગામ અને વડીયા ગામ ની સીમ મા આવેલી અને નવ નિર્મિત સોસાયટીઓ મા થી રાત્રી ના સમયે મોટરસાયકલો ની ચોરી ની ઘટનાઓ બનતી હોય છે.

ત્યારે રાજપીપળા ના ભાટવાડા વિસ્તારોમાં થી નવરાત્રી દરમિયાન મોટરસાયકલ GJ 22 L 5858 ઘર આંગણે થી ચોરાયા ની ફરિયાદ ફરિયાદી દીપેન અશોકભાઈ ચૌહાણે પોલીસ મથકે નોંધાવી હતી, ત્યારે આ ગુના ની તપાસ મા રહેલી નર્મદા LCB પો.ઇન્સ્પેક્ટર ની સૂચના થી કોન્સ્ટેબલ કિરણભાઈ તથા મુનિર ભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે સદર ચોરાયેલી મોટરસાયકલ ફરિયાદી ના જ ભાઈ વિશાલ ઉર્ફે ગુલી અશોકભાઈ ચૌહાણ રહે.ભાટવાડા રાજપીપળા નાઓ એ ચોરી કરેલ છે. આરોપી ને ભદામ ગામે થી ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે મોટરસાયકલ પોતેજ ચોરી હોવાની કબૂલાત કરેલ અને ચોરેલી મોટરસાયકલ જુનાકોટ પાછળ ના ખેતર મા ઝાડી ઝાંખરા મા સંતાડી રાખેલ છે, જે મોટરસાયકલ ને રિકવર કરી આરોપી ને આગળ ની કાર્યવાહી માટે રાજપીપળા પોલીસ સ્ટેશન મા સોંપેલ છે. આમ ભાટવાડા માંથી નવરાત્રી દરમિયાન ચોરાયેલી મોટરસાઇકલ નો ચોર ફરિયાદી નોજ ભાઈ નીકળતા આશ્ચર્ય સર્જાયું છે.


Share to

You may have missed