November 21, 2024

ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં 93.5 % વેક્સિનેશન 50 ટકા લોકોના બંન્નૈ ડોઝ સંપન્ન

Share to


ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં 93.5 % લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે અત્યાર સુધીમાં જીલ્લામાં 50 % થી વધુ લોકોએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા છે ભારત દેશ કોરોનાની રસીમાં અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઇ ગયો છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ રસીકરણ ખુબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે જીલ્લા આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી હાલ સુધીમાં જીલ્લામાં કુલ 93.5 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે
જે પૈકી 50 ટકા જેટલા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે જીલ્લા આર્યોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં 12.68 લાખ લોકોને રસી મુકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે પૈકી 11 લાખ 85 હજાર 472 લોકોએ રસી મુકવી દીધી છે ઉપરાંત જીલ્લામાં 6 લાખ 1હજાર 447 લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે ભરૂચ જીલ્લો 100 ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યો છે આગામી ટૂંક સમયમાં તે શિખર પણ સર કરી લેશે પહેલા ડોઝમાં વાગરા તાલુકો 130.46 ટકા સાથે પ્રથમ ક્રમે છે જ્યારે બીજા ક્રમે અંકલેશ્વર તાલુકો 126.58 ટકા અને ત્રીજા ક્રમે હાંસોટ તાલુકો 109.46 ટકાનું રસીકરણ થયું છે


Share to

You may have missed