ઈકરામ મલેક:નર્મદા
નર્મદા જિલ્લા મા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ને ડામી દેવા માટે તત્પર રહેતી, LCB પોલીસ ને નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના છત્રપુર ગામે કેટલાક ઈસમો ટોળે વળી પત્તાં પાના જુગાર રમી પૈસા ની હારજીત નો ખેલ રમી રહયા છે, તેવી પાકી બાતમી મળી હતી. ત્યારે બાતમી ને આધારે LCB પોલીસ ના ઇન્સ્પેક્ટર એ.એમ પટેલે વોચ ગોઠવી પોતાના તાબા હેઠળ ના પોલીસ જવાનો ને સૂચના અને સુપરવિઝન કરી બાતમી ના સ્થળે રેડ પાડી હતી.
ત્યારે જાહેર મા જુગાર રમી રહેલા જુગરિયાઓ એ પોલીસ ને જોતાજ નાસભાગ મચાવી દીધી હતી, પોલીસ ના માણસો એ તમામ પાંચેય જુગરિયાઓ ને ઝડપી લીધા હતા.
(1) ગણપત ગોવિંદ તડવી (2) સુભાષ ઠાકોર બારીયા (3) ગણપત કાભાઈ બારીયા ત્રણેય રહે. સુરવા તા.તિલકવાળા (4) સુરેશ દાદુ ભાઈ જોગી (5) રાજુ શના વસાવા બન્ને રહે. છત્રપુર નાઓ પાસે થી જુગાર રમવા ની કેટ અને રોકડા રૂ.15,150/- મોબાઈલ નગ 2 કિંમત રૂ.2500/- મોટરસાઇકલ 1 કિંમત રૂ.10,000/- મળી કુલ રૂ.27,650/- નો મુદ્દામાલ પકડી જુગરિયાઓ સામે જુગરધારા ની કલમ હેઠળ કાર્યવાહી કરવા અટક મા લેવાયા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો