૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
સરકારશ્રીના વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર વિનામુલ્યે લાભ અપાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ બુધવારઃ- રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનુની સેવાસત્તા મંડળ,અમદાવાદની આજ્ઞાનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦પ:૦૦ કલાકના સમયગાળામાં ભરૂચ જિલ્લાના જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે લીગલ સર્વિસ કેમ્પ/સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા અને તાલુકા સેવા સદન ધ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ સહિત સરકારશ્રીના વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર વિનામુલ્યે લાભ આપવાના હેતુસર ભરૂચ જિલ્લાના અલગ-અલગ તાલુકાના ગામોમાંથી નાગરિકો ઉપસ્થિત રહેશે.જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેકટરશ્રી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાના લીગલ સર્વિસ કેમ્પ સુવ્યવસ્થિત રીતે, આયોજનબધ્ધ કામગીરી માટે વિવિધ અમલીકરણ સમિતિની રચના પણ કરવામાં આવી છે. સોંપવામાં આવેલી કામગીરી સમિતિના સભ્યો ધ્વારા તાત્કાલિક ધોરણે અમલ કરવાનો રહેશે. જનકલ્યાણ ઉદ્દેશથી કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વહીવટીતંત્રના અનુભવથી સરકારશ્રીના વિવિધ વિભાગોના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવા જિલ્લાના અધિકારીઓને અનુરોધ કરાયો છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.