November 21, 2024

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સ્પેશ્યલ ડીએલસીસી ક્રેડિટઆઉટરીચ પ્રોગ્રામ અંગે બેઠક યોજાઈ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦લીડ બેંક સેલ, બેંક ઓફ બરોડા ભરૂચ દ્વારા સરકારી યોજનાકીય તથા ખાનગી લોન અંગે તા.૨૮ ઓક્ટોબર સુધિ જિલ્લાની વિવિધ બેંકો ખાસ ઝુંબેશ હાથ ધરાશે

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
મંજૂર થયેલ ધિરાણનું ૨૬મી ઓક્ટોબરે મહાનુભાવોના હસ્તે
મંજૂરી પત્રો એનાયત કરાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નગરપાલિકા તથા સ્વ.સહાય જૂથો એમ.એસ.એમ.ઇ અંતર્ગત ઓનલાઈન અરજી કરવામાં આવશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લાની ૨૫૫ વિવિધ બેંક શાખાઓ અને સરકારી વિભાગને ટાર્ગેટની કરાયેલી ફાળવણી
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ બુધવારઃ- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે લોન ધિરાણ કરનાર બેન્કિંગ સંસ્થાઓ અને રાજ્ય સરકારની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘરઆંગણે ધિરાણ મળે તે આશયથી જિલ્લા કલેકટરશ્રી યોગેશભાઈ ચોધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા અને જિલ્લાની વિવિધ બેંકના અધિકારી સાથે સ્પેશિયલ ડીએલસીસી ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.
જેમાં ઓફલાઈન – ઓનલાઈન ધિરાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ યોજનાકીય લાભાર્થીઓનો લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ક્રેડિટ ધિરાણમાં જિલ્લાની ૨૫૫ વિવિધ બેંક શાખાઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નગરપાલિકા તથા એમ.એસ.એમ.ઇ. અને સ્વસહાય જૂથો દ્વારા બેન્કિંગ સેક્ટર સાથે સંકલન સહકારથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે પંદર દિવસ માટે ખાસ કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું છે તે અન્વયે ભરૂચ જિલ્લામાં તા.૨૮ ઓક્ટોબર સુધી પસંદગી, ઓનલાઇન અરજી તથા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને યોજનાકીય મંજૂરીપત્ર તૈયાર કરવામાં આવશે અને આગામી તા.૨૬ ઓક્ટોબરે મહાનુભવોના હસ્તે ધિરાણ મંજૂરીપત્ર આપવામાં આવશે તથા પંડીત ઓમકારનાથ ઠાકોર હોલ, શક્તિનાથ ભરૂચ ખાતેથી વિવિધ બેંકો દ્વારા સ્ટોલ ઊભા કરીને સ્પોર્ટ લોન આપવાની તથા યોજનાકીય સમજ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની પી.એમ.એમ.વાય, એસ.યુ.આઈ., પી.એમ., સ્વનિધિ, ઇ.સી.એલ.જી એસ,એ.આઈ.એફ., પી.એમ.ઇ જી.પી, એ.એચ.એફ, આત્મનિર્ભર ભારત સ્કીમ તથા રાજ્યની સ્કિમનો સમાવેશ આ મેગા લોન ધિરાણ કાર્યક્રમમાં સામેલ કરાશે. જેમાં મુખ્યત્વે એમ.એમ. એમ.ઈ., જન સુરક્ષા, એગ્રીકલ્ચર સેક્ટરનો સમાવેશ થાય છે. જેમાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો ભાગ લેશે.
એમ.એસ.એમ.ઈ પ્રત્યેક શાખા ૧૫ કેશ SUI, એક કેશ PMEGP, ત્રણ કેશ, PM- SVANidhi, ઓલ પેન્ડિંગ, ઓનલાઇન એપ્લિકેશન, જન સુરક્ષા હેઠળ પ્રત્યેક શાખા દીઠ ૧૦ પોલીસી (PMSBY), ૧૦૦ પોલીસી PMJJBY,૫૦ પેન્શન APY તથા ૨૦ નવા ખાતા PMJDY ખોલશે, ૧૮ થી ૨૧ વર્ષની ઉંમરના લોકો માટે શાખા દીઠ ૨૫ KCC લોન અરજી, ૧૦ SHG NRLM, તેમજ જનરલ લોનમાં હાઉસિંગ, એજ્યુકેશન, કાર લોન, ખેતીવાડી અને ટ્રેક્ટર જેવી લોન સેવાનો સમાવેશ થાય છે.
આ મેગા ઇવેન્ટ બેંક.ઓફ.બરોડા ઓર્ગેનાઇઝેશન કરશે તેમાં DIC તેમજ R-SETI તાલીમ સંસ્થા પણ આ કાર્યક્રમમાં સક્રિય રહીને લોન સેવા ઉપલબ્ધ કરવામાં સહાયરૂપ થશે.
આ બેઠકમાં શ્રી જે એસ પરમાર LDM Bharuch, શ્રી જે સી દવે GM DIC Bharuch, વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રી, વિવિધ બેંકોના જિલ્લા અધિકારીશ્રીઓ તથા સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed