તા.૧૯-૧૦-૨૦૨૧ નેત્રંગ,
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેત્રંગ તાલુકામાં વિવિધ ગામો ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શિબિર યોજાઇ રહી છે. જે ભાગ રૂપે નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે શિક્ષણ શિબિર યોજાય.જેમાં એડવોકેટ સ્નેહલકુમાર એન. પટેલ અને પેરા લીગલ વોલેન્ટીયર હસમુખ એચ. વસાવા, આશિકભાઈ વસાવા, વૈશાલીબેન ગઢવી,આરતીબેન પટેલ તેમજ કલ્યાનીબેન ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) ના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, નેત્રંગના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તાલુકાના તમામ ગામોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં એડવોકેટ સ્નેહલકુમાર એન. પટેલ, જતીનભાઇ વસાવા, પ્રવિણભાઇ પી. પરમાર, સંદિપભાઈ જી. પાદરીયા, જસપાલસિંહ કે. યાદવ તેમજ પેરા લીગલ વોલેન્ટીયર હસમુખ એચ. વસાવા, આશિકભાઈ વસાવા, વૈશાલીબેન ગઢવી,આરતીબેન પટેલ તેમજ કલ્યાનીબેન ગઢવી, સુલોચના એચ. દેશમુખ, શીતલ એસ. વસાવા, નિશા, ચિરાગ બી. વસાવા દ્વારા ગામે ગામ જઈ કાનૂની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શિબિર યોજી લોકોને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવતી સહાય અને સલાહ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો