* ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો ખેડુતે વળતરની માંગ કરી
* દિવસે અપાતા વીજપુરવઠામાં લોડઁ સેટિંગના કારણે ખેડુતોને હાડમારી
તા.૧૯-૧૦-૨૦૨૧ નેત્રંગ
નેત્રંગના કંબોડીયા ગામે વીજલાઇનમાં શોટઁસકિઁટ થવાથી ખેડુતની સાડા ત્રણ એકર શેરડીનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડુતને ભારે આથિૅક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે.દરવષઁ ચોમાસાની સિઝનમાં થતાં વરસાદના આધારે જ ખેડુતો ખેતીકામ કરતાં હોય છે.પરંતુ આ વષઁ ચોમાસું નબળુ રહેતા આખું વર્ષ સિંચાઈ-પીવના પાણી બાબતે ધરતીપુત્રોને વલખા મારવા પડી શકે છે.જેમાં નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડુતે કનુભાઈ પટેલ ગાણની સીમમાં આવેલ જમીનમાં શેરડીના પાકનું રોપાણ કયુઁ હતું.ખાતાર,બિયારણ અને કાળી મજુરી કરીને શેરડીનો પાક તૈયાર કયૉ હતો.જેમના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પસાર કરવા માટેની વીજલાઇન પસાર થાય છે.એકાએક વીજલાઇનમાં શોટઁસકિઁટ થવાથી આગના ત્રણખાઓ ઉભી શેરડીમાં પડતા શેરડીમાં પડતા આગની ઝપેટમાં શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની આજુબાજુના ખેડુતોને પડતા ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ખેડુતને ખાતર,બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આથિૅક નુકસાન વેઠવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકામાં દ.ગુજરાત વીજ કંપની ધ્વારા ખેડુતોને દિવસે આઠ કલાક વીજપુરવઠો આપવામાં આવે છે.છેલ્લા કેટલાક સમયથી વીજકંપનીના જવાબદાર અધિકારીઓ ધ્વારા વીજલાઇન ઉપર લોડઁસેટિંગના આપવામાં આવે છે.આઠ કલાકના વીજપુવઠામાં માત્ર બે-ત્રણ કલાક વીજપુરવઠો આપાઇ છે.અનિયમિત મળતા વીજપુરવઠાના કારણે ખેડુતો ખેતીમાં સિંચાઇનું આપી શકતા નહીં હોવાથી ખેતીમાં ભારે નુકસાન થઇ રહ્યું છે.ખેડુતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.આ બાબતે આગામી ટુંક સમયમાં મોટીસંખ્યામાં ખેડુતો વીજકંપનીએ હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો