November 21, 2024

નોવેલ કોરોના વાયરસ (COVID-19)નર્મદા જિલ્લામાં તા.૧૬ મી ઓક્ટોબરના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથીઆજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ

Share to



જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૧૦,૨૨૪ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૪ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, શનિવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૬ મી ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૨૩૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૮૯ સહિત કુલ-૪૨૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૬ મી ઓક્ટોબર,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૧૦,૨૨૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૧૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૭૮૪૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૨૪૫૯ લોકોને વિતરણ કરાઇ છે.

૦૦૦૦


Share to

You may have missed