November 21, 2024

નેત્રંગના ઝરણાં – ફોરેસ્ટ કંપની ખાતે ચાલતા વાસ્મો પ્રોજેકટ અંતર્ગત ખોદકામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ,

Share to



તા.૧૩-૧૦-૨૦૨૧ નેત્રંગ,

નેત્રંગ તાલુકાના ઝરણાં ફોરેસ્ટ કંપની ખાતે વાસ્મો પ્રોજેકટ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ધર ધર સુધી પાણી પોહચાડવાનો પ્રોજેકટનું કામ ચાલું છે. ઝરણાં ફોરેસ્ટ ગામમાં વાસ્મો પ્રોજેકટ અંતર્ગત કોન્ટ્રાકટરે પાઇપલાઇન નાખવાના ચાલતાં કામમાં ગેરરીતિ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરીયાદ નેત્રંગ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મોસીન પઠાણે પાણી પુરવઠા વિભાગ તાલુકા મથકે અને જિલ્લા કક્ષાએ લોકહિમાં અરજી કરતાં કોન્ટ્રાક્ટરોમાં સોંપો પડી ગયો હતો. જ્યારે રોજકામ કરતાં કોન્ટ્રાક્ટરને આ બાબતે ટેલીફોનીક સંપર્ક કર્યો પણ ઉડાઉ જવાબ આપી દોષનો ટોપલો બીજા ઉપર નાંખી હાથ ઊંચા કરી લીધા હતા.
નેત્રંગ તાલુકામાં વિકાસના કામો પુરબહાર ચાલી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાક્ટરો યેનકેન પ્રકારે ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ચાઉં થાય છે. આ ભ્રષ્ટાચારને ખુલ્લો કરવાં લોકહિમાં અરજી કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માગ કરી હતી. ઝરણાં ફોરેસ્ટ ગામમાં ચાલતા નલ સે જલ યોજનાના માટે ગામમાં ફડીયા દીઠ પાઇપ લાઇન નાખવાની કામગીરી પુરબહારમાં ચાલી રહી છે. સરકારી નોમ્સ પ્રમાણે અંડર ગ્રાઉન્ડ પાણીની લાઈનનું ખોદકામ 3 ફૂટ જેટલું હોવું જોઈએ. જેની જગ્યાએ આ નિયમોનો ધરાર છેદ ઉડાડી એક ફૂટ કરતાં પણ ઓછી ઊંડાઈનું ખોદકામ કરી પાઇપ લાઇન નાખી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ નેત્રંગ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મોસીન પઠાણે વાસ્મો પ્રોજેકટ અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટ મેનેજરને , પાણી પુરવઠા શાખા નેત્રંગ અને ભરૂચ કલેકટરને લેખિત જાણ કરી હતી.
(કોટ )
પાઈપલાઈન છ મહિના પણ ટકસે નહી અને સરકારી સરકારી નાણાંનો વ્યય થવાની સંભાવના ઊભી થઈ છે.
મોસીન પઠાણ. – ઉપપ્રમુખ નેત્રંગ તાલુકા કોંગ્રેસ
નેત્રંગના ઝરણાં ખાતે નલ સે જલ યોજનામાં કોન્ટ્રાકટરે પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ગેરરીતી કરી છે. સરકારી નિયમ પ્રમાણે 3 ફૂટ ઉંડી પાઇપ લાઇન નાંખવાની હોઈ છે. પણ કોન્ટ્રાકટરે ધરાર નીયમોનો છેદ ઉડાડી એક જ ફૂટ ઊંડી પાઈપ લાઈન નાંખી દીધી છે. આ પાઈપ લાઈન છ મહિના પણ ટકસે નહી અને સરકારી સરકારી નાણાંનો વ્યય થશે. આથી લોકહિતમાં અરજી કરી.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed