————
સુરત:મંગળવાર: સુરત જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૦ ઓક્ટો.થી ૧૦ નવે.૨૦૨૧ સુધી રાત્રિ કર્ફ્યું યથાવત રહેશે. રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી. આ સાથે જ નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં લેવી.
૧. રાત્રિ કર્ફ્યુંના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
૨. આ સાથે નીચે મુજબના નિયંત્રણો નક્કી કરાયા છે.
(૧) તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે.
(૨) જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે.
(૩) જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે.
(૪) આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦(ચારસો ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે.
(૫) અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (સો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
(૬) તમામ પ્રકારના રાજકીય/સામાજિક/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમોમાં, જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ (ચાર સો) વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
(૭) ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પાર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.
(૮) શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
(૯) શાળા,કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
(૧૦) વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે.
(૧૧) પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુંમાંથી મુક્તિ આપવામાં આવે છે.
(૧૨) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.
(૧૩) સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
(૧૪) વોટર પાર્ક તથા સ્વિમિંગ પૂલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
(૧૫) સ્પા સેન્ટરો બંધ રહેશે.
(૧૬) ઉપરોક્ત ૧,૨,૭,૧૦,૧૧,૧૨,૧૩,૧૪ માં જણાવેલ બાબતો સંદર્ભમાં તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટિવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની ડીસ્ચાર્જ સમરીની તારીખથી ૬૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનાનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
૩. નવરાત્રી દરમિયાન રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી.
૪.અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં અએલ સૂચનાઓ લાગુ રહેશે.
૫. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
-૦૦-
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો