November 21, 2024

ઝઘડિયા તાલુકાના સિમોધરા ગામે ખરાબ રસ્તાના કારણે લોકોને હાલાકી ..તલાટી સરપંચ છે કે સાંભળતા જ નથી..!

Share to

ઝઘડિયા તાલુકાના સિમોધરા ગામે નિશાળ ફળિયામાં મુખ્ય રસ્તો છે અત્યંત બિસ્માર

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

પંચાયત ના તલાટી, સરપંચ છે કે સાંભળતા જ નથી
સ્થાનિકો નો આક્ષેપ.. અનેક વાર સ્થાનિકો ની રજુઆત કરતા કોઈ સાંભળવા નથી રાજી…
રસ્તા ઉપર કાદવ કિચડ જામી જતાં લોકોને અવરજવર કરવા માટે ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, ગ્રામ પંચાયત દ્વારા ભર ચોમાસે રસ્તાને ખોદી ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કામ વરસાદ પડતાની સાથેજ ગટર ઉપર કાદવ પુરી અધૂરું કામ મૂકી દેવામાં આવ્યું…વરસાદ ના કારણે આ રસ્તો ખુબ જ બિસ્માર બની ગયો છે, જેથી શાળાએ જતા નાના બાળકોને પણ ચાલુ વરસાદે કાદવ કીચડમાં ચાલીને જવું પડે છે,તથા અહીં ના રસ્તા પર 108 જેવા વાહન ને પણ આવુ મુશ્કેલ પડે તેમ છે એક સ્થાનિક રહીશ ના જણાવ્યા અનુસાર થોડા દિવસ પેહલા તેની સગર્ભા પત્ની ને દવાખાને લઈ જતી વખતે રસ્તો ખરાબ હોવાના કારણે ઘર સુધી 108 એમ્બ્યુલન્સ ના પોંહચતા તેને ચાર વ્યક્તિ દ્વારા ઉંચકી ને 108 એમ્બ્યુલન્સ સુધી પોહચાડી હતી…ગામો ની શેરી મોહલ્લા ના રોડ જ ખસતા હાલત માં છે જેના કારણે ઇમરજન્સી વાહનો પણ ઘર સુધી પોહચી શકે તેમ નથી ભર ચોમાસે અહીંના સ્થાનિક લોકો ને અગવડતા પડી રહી છે ત્યારે જલ્દી થી જલ્દી આ રસ્તાનું પંચાયત દ્વારા સમારકામ કરાવવામાં આવે એવી તંત્ર પાસે સીમોધરા ગામના લોકોએ માંગ કરી હતી…


Share to

You may have missed