ગઈકાલે તા:-૨૨-૦૯-૨૦૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામે આવેલ શ્રી આર.એન. દીક્ષિત હાઇસ્કુલમાં મેડીકલ કેમ્પ તથા વાલી સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપી અને આ વાલી સંમેલન કાર્યક્રમમાં આચાર્ય શ્રી નિલેશભાઈ ગુલાબસિંહ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય હિતેશભાઈ વસાવા, એલ.આઇ.સી ડેવલોપમેન્ટ ઓફિસર રાજુભાઈ વસાવા, મંડળના પ્રમુખ-મંત્રીશ્રીઓ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓને કોરોના મહામારીમાંથી દેશને ઉગારવા રાજ્ય સરકાર તથા ભારત સરકારે કરેલા કાર્યોથી માહિતગાર કર્યા અને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે શિક્ષણનું જે કાર્ય બગડયું છે, તે કવર કરવા માટે વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળા પરિવારના સ્ટાફે ખૂબ સખત મહેનત કરવી પડશે અને નવરાત્રી તથા દિવાળીના સમય દરમિયાન શિક્ષણકાર્ય અવિરત ચાલુ રાખી ખૂબ જ સખત મહેનત કરવા માટે અપીલ કરવામાં આવી. તેમજ ધોરણ-10 અને ધોરણ-12માં વિદ્યાર્થીઓનું ઊંચામાં ઊંચું મેરીટ આવશે, તો જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા અભ્યાસમાં જઇ શક્શે અને સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા મેરીટનું કેટલું મહત્વ છે, તે અંગેનું હંમેશા ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી.
ત્યારબાદ બપોર પછી ૦૩ કલાકે ગરૂડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના સર્વે નંબર:- ૫૫ વાળી ૧૦૭૭ એકર જમીન તથા માંકડ આંબા ગામના સર્વે નંબર:- ૩૨ વાળી ૧૨૦૦ એકર જમીન વર્ષોથી ખાતેદાર ખેડૂતો સન ૧૯૫૬ થી ખેડતા આવેલા છે, પરંતુ વર્તમાનમાં ૧૦ જેટલા બહારના ઈસમોએ આ જમીનમાં વેચાણ દસ્તાવેજ કરી કાચી નોંધ પાડેલ છે. તે બાબતે તેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરવા માટેની માંગણી કરી છે. આ જમીનના પુરાવા સને ૧૯૫૬ ના ભૂમિદાન લખાણ તથા વન ખાતાની પાવતી અને સને ૧૯૦૫ માં ૭૦-બી મુજબ ગણોતિયાના પુરાવા તથા વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ ના હુકમના ઠરાવ પ્રમાણે ૧૯૦ દાવેદારોના દાવો પેન્ડિંગ છે. તેમ છતાં ઉપરોક્ત આવા મજબૂત પુરાવા હોવા છતાં સ્થાનિક સરકારી વહીવટીતંત્ર તથા વન વિભાગના વહીવટી તંત્ર તરફથી અને આ બઘાની મિલીભગતથી આ ગરીબ આદિવાસીઓની જમીન પડાવી લેવાના પ્રયત્નો થઇ રહ્યા છે અને જો આ પ્રકારની જમીન તેઓના કબ્જામાંથી છીનવાઈ જશે, તો તેમના અધિકાર માટે પૂરી તાકાતથી લડવા માટે ઉપસ્થિત બંને ગ્રામજનોએ નિર્ણય કર્યો છે અને મેં પણ તેઓને ખાત્રી આપી છે કે આ કાર્યમાં હું તેઓને સંપૂર્ણ સહયોગ આપીશ.
આ કાર્યક્રમમાં મારી સાથે માજી.મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન દિનેશ તડવી, ખડગદા જિલ્લા પંચાયતના સભ્ય પદમબાબુ તડવી, તાલુકા પંચાયત સભ્ય શંકરભાઈ તડવી, તા.પં.સભ્ય દિનેશભાઇ તડવી, તા.પં.સભ્ય સુરેશ ભાઈ, પીંછીપૂરા ગામ પંચાયતના સરપંચ ચીમનભાઈ તડવી તથા ગામના આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો