November 22, 2024

નેત્રંગ ગાંધી બજાર વિસ્તારમાં બે આંખલાનો સામ સામે મહાયુદ્ધ થતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. ૨૨ સપ્ટેમ્બર,૨૦૨૧


નેત્રંગ ટાઉન માં આવેલ ગાંધી બજાર વિસ્તારમાં આજે બે આંખલાઓ વચ્ચે થયેલ મહાયુદ્ધ થી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોતાના ઘર આંગણે મુકેલ મોંઘીદાટ ગાડીઓને કોઇ નુકસાન ન થાય તે માટે પણ આ આંખલાઓના યુદ્ધ વચ્ચે જીવને જોખમમાં મુકી ગાડીઓને સહીસલામત જગ્યાએ મુકવામાં આવી હતી. તો બીજી તરફ દરેક વિસ્તારમાં ટોળેટોળા ફરતી ગાયો,ભેંસો, બકરીઓ તેમજ  આખલાઓ, પાડાઓને લઈને પ્રજાને થતા નુકસાન અકસ્માતને લઈને પ્રજા તોબા પોકારી ઉઠી છે. જયારે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર છૂટા રખડતા ઢોરો બાબતે કડક વલણ નહીં અપનાવતા પશુ પાલકોને પોતાના ઢોરો છૂટા રાખવાનો જાણે અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. જયારે પોલીસ તંત્ર દ્વારા પશુ પાલકો સામે કડક કાર્યવાહી કરવાની પ્રજા માંગ કરી રહી છે. નેત્રંગ ગામમાં વહીવટી તંત્રની મહેરબાનીને લઈને ગામમાં વસતા ભરવાડ (માલધારી) ઓને પોતાના પશુ ગામમાં છૂટા રખડતા મૂકી દેવાનો છૂટોદોર મળી ગયો છે, ૧૫ થી ૨૦ મિનીટ સુધી આ મહાયુદ્ધ ચાલ્યો હતો. જેને જોવા માટે લોકટોળા એકત્ર થયા હતા. 


લોકોએ બંને આંખલાઓને છૂટા પાડવા માટે પાણીથી લઈને લાકડીઓ મારી છૂટા પાડવાનો ભારે પ્રયત્ન કર્યો હતો. મહા મહેનતે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં બંને પાડા વચ્ચે ચાલેલ આ લડાઈમાં કોઈ નાના બાળકો કે વૃદ્ધો અડફેટે આવ્યા હોત તો ભારે થઈ પડતું. ટાઉનમાં રખડતા ઢોરો બાબતે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નેત્રંગ પોલીસને સાથે રાખીને પશુ પાલકો સામે કડક કાર્યવાહી કરે તેવું ચર્ચાઇ રહ્યું છે.

ગઇ કાલે ૨૧ સપ્ટેમ્બર ના રોજ પણ મંગળવારી હાટ બજાર મા આ આખલાઓનુ મહાયુદ્ધ થયુ હતુ. જયા મોટાપ્રમાણ મા દુકાનધારકો તેમજ આપ પ્રજાને અડફેટે લીધી હોત તો ભારે પડત.


   રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to