November 21, 2024

ઝઘડિયા સેવા રૂરલ ના તબીબો દ્વારા એક મહિલાના પેટમાં રહેલ આઠ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા સેવા રૂરલ ખાતે ગીરનારી બેન નામની મહિલા ના પેટમાં અસહ્ય દુખાવા તથા ભૂખ ન લાગવાની ફરિયાદ સાથે ઝગડીયા ની સેવા રૂરલ ખાતે દાખલ થયાં હતાં મહિલાને સેવા રૂરલ ઝગડીયાના તબીબોએ ચકાસતા તેને પેટમાં ગાંઠ હોવાનું અને શરીરમાં લોહી ઓછુ હોવાનુ જણાવ્યું હતુ…

સેવા રૂરલ ખાતે તેને લોહીના બોટલ ચડાવી જરુરી દવાઓ આપી રજા આપવામાં આવી હતી અને લોહીનું પ્રમાણ વધે પછી ઑપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી

ગત તારીખ 13 / 09/ 2021 ના રોજ ગિરનારી બેન નામની મહિલાનું સેવારૂરલના તબિબોએ ઓપરેશન કરી તેના પેટમાથી 8 કિલો ગ્રામની મોટી ગાંઠ કાઢવામાં આવી હતી, સેવા રૂરલ ઝઘડિયાના તબીબોએ સફળતાપૂર્વક મહિલાનું ઓપરેશન કર્યું તેને બિમારી માથી ઉગારી કરી હતી, હાલ આ મહીલા એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું સેવા રૂરલના તબીબે જણાવ્યું હતું…


Share to

You may have missed