November 21, 2024

ઝઘડિયા જીઆઈડીસીની DCM કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

એસ એસ ની પાઇપો અને એક પીકઅપ ગાડી સહિતના મુદ્દામાલ સાથેં એક ઇસમ ઝડપાયો અને અન્ય ચાર ઈસમો ફરાર.

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં ગત તારીખ09/09/2021 ના રોજ એસ.એસ.ના પાઇપોની ચોરી થઇ હતી જે બાદ ઝઘડીયા પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ હતી, આ ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે ગત રાત્રી દરમ્યાન ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં  વોચ ગોઠવી ડી.સી.એમ.  કંપનીમાંથી ચોરી થયેલી એસ.એસ.ની પાઈપ નંગ.૯ જેની કિંમત રૂપિયા 50 હજાર અને બોલેરો પીકઅપ ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3,50,000/-  ના મુદ્દામાલ સાથે.
(1) વિકાસ સંતરામ રામજોર અગ્રહરી ઉમર / વર્ષ 20 રહે , ક્રિષ્નકુંજ સોસાયટી નમક ફેકટરીના પાછળ અંકલેશ્વર..
મુળ રહે , તહેરપુર થાણા , કલાકરી તા , કોહીનુર જી . સુલતાનપુર ( યુપી ) , ને ઝડપી લીધો હતો..
તથા ફરાર આરોપીઓ
(1) જાવિદ (2) મિકીન (3) અનિલ ગુપ્તા (4) વિનોદપાલ જીતુપાલ તમામ રહે , અંકલેશ્વર નાઓના પુરા નામ સરનામા જણાય આવેલ નથી તેવા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે …


Share to