November 21, 2024

નંદેલાવ ઓવરબ્રીજ નજીકની હોટલમાં ખાનગી કંપનીના ઇન્ટરવ્યુના પગલે બેરોજગારોના મેળાવડા જમ્યા..

Share to



પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવતા ટોળામાં ભાગમ ભાગ.. કંપની સત્તાધીશોએ બેરોજગારોને એકત્ર કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ હતો..

ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર ૧૫ લોકોને છુટ તો ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂમાં મેળાવડા કેમ..?

યુપીએલ કંપનીમાં કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ રખાયા હતા… દૂર દૂરથી બેરોજગારો આવ્યા હતા..


ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨ વર્ષથી કોરોનાની મહામારીના કારણે લોકો વધુ પ્રમાણમાં એકત્ર ન થાય તે માટે સરકાર નીતિ નિયમો બનાવી રહી છે અને તાજેતરમાં ધાર્મિક તહેવારોમાં પણ કેટલાય ધાર્મિક તહેવારો રદ કરવા અને માત્ર ૧૫ લોકોએ ગણપતિ ઉત્સવ માં એકત્ર થવાનું જાહેરનામું હોવા છતાં ભરૂચની નંદેલાવ રોડ પરની એક હોટલ ઉપર ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂ માટે બેરોજગાર મેળાવડા જામતા કંપની સત્તાધીશોની આ વ્યવસ્થાની પોલ છતી થઇ હતી અને મોટી માત્રામાં લોકોના ટોળા એકત્ર થતા પોલીસે કંપની સત્તાધીશો સામે કાર્યવાહી શરૂ કરી છે

ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી દહેશત વર્તાઇ રહી છે જેના કારણે ધાર્મિક તહેવારોમાં પણ સરકારે છૂટ આપી છે અને ગણપતિ ઉત્સવ માત્ર ૧૦ થી ૧૫ લોકો જ ભેગા થઈ શકશે તેવું જાહેરનામું છે ધાર્મિક તહેવારો ઉપર કેટલાક પ્રતિબંધ સરકાર અને તંત્ર દ્વારા મુકાયા છે એક ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂમાં મોટી માત્રામાં બેરોજગારોના મેળાવડા જામ્યા હતા અને કંપનીના સત્તાધીશો હોટલના રૂમમાં બેરોજગાર યુવાનોના રૂબરૂ ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા કંપનીમાં ખાલી જગ્યા પડી હોવાની માહિતી સોશિયલ મીડિયા અને અખબારોમાં પ્રસિદ્ધ થતાં ની સાથે જ ભરૂચ ની હોટલ ઉપર નોકરીની લાલચમાં મોટી માત્રામાં બેરોજગારો પોતાના બાયોડેટા સહિત દસ્તાવેજી પુરાવાની નકલ સાથે આવી પહોંચ્યા હતા અને વિવિધ જિલ્લા અને રાજ્યમાંથી બેરોજગારોનો મેળાવડો જામ્યો હતો..

ખાનગી કંપનીઓમાં ભરતી પ્રક્રિયામાં માત્ર ૨૫-૫૦ લોકોને લેવાના હોય છે પરંતુ ખાનગી કંપની દ્વારા કરવામાં આવતી જાહેરાતના કારણે મોટી માત્રામાં બેરોજગારો ઉમટી પડતા હોય છે પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પણ ખાનગી કંપની સત્તાધીશો સરકારના જાહેરનામાં લીરેલીરા ઉડાવી રહ્યા હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે અને ખાનગી કંપની દ્વારા બેરોજગાર યુવાનો માટે ભરતી માટે ચાલતી પ્રક્રિયામાં કોઇપણ સુચારું આયોજન કરવામાં આવતું નથી..? જેના કારણે જે સ્થળે કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે ત્યાં મોટી માત્રામાં બેરોજગારોના મેળાવડા જામી જતા હોય છે અને તેમાં ૨૫-૫૦નું સીલેકશન થતુ હોય છે જેની સામે ૫૦૦થી વધુ લોકો નોકરીથી વંચિત રહેતા હોય છે અને વિલા મોઢે પરત ફરતા હોય છે અને અન્ય કંપની દ્વારા ફરી ભરતીનું ઇન્ટરવ્યૂ આવે તો નોકરી મેળવવા માટે બેરોજગાર યુવાનો પાછા ઇન્ટરવ્યૂ માટે પહોંચી જતા હોય છે અને આવી જ રીતે નોકરી મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડતા હોવાના પણ આક્ષેપો થયા છે

ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ નજીકની હોટલમાં ખાનગી કંપની દ્વારા ચાલી રહેલ ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લા અને રાજ્ય માંથી બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા અને મોટી માત્રામાં બેરોજગાર હોય અને ટોળા વળતાં કંપની સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને જે હોટલ ઉપર લોકોના મેળાવડા જામ્યા હતા ત્યાં પોલીસ કાફલો દોડી આવતા લોકોમાં ભાગમભાગ મચી ગઇ હતી અને લોકોને એકત્ર કરવા માટે અને ઇન્ટરવ્યૂ માટે કોઈ પરવાનગી કંપની સત્તાધીશોએ કે હોટલ સંચાલકોએ ન લીધી હોવાની માહિતી પણ સાંભળી હતી ત્યારે કંપની સત્તાધીશો અને હોટલ સંચાલકો જ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

જોકે કંપની સત્તાધીશોએ ભરતી પ્રક્રિયા કરવી હોય તો સૌપ્રથમ આર.પી.એ.ડી કે કુરીયર મારફતે લોકોના બાયોડેટા મેળવવાની જરૂર છે અને તે બાયોડેટામાં સિલેક્શન માટે જે તે બાયોડેટાના વ્યક્તિને બોલાવી તેનું ઇન્ટરવ્યૂ કરે તે પણ જરૂરી છે જેથી કરી લોકોના મેળાવડા ન જામે અને જે લોકોને નોકરી ન મળે તે નિરાશ પણ ન થાય પરંતુ કંપની સત્તાધીશો ખાનગી હોટલો માં ઇન્ટરવ્યૂ રાખી બેરોજગારોના મેળાવડા જમાવી રહ્યા છે જોકે ભરૂચ જિલ્લાની ખાનગી કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયામાં બેરોજગારોના બાયોડેટા સૌપ્રથમ મેળવી સિલેક્ટેડ લોકોને એ રૂબરૂ બોલાવી ઇન્ટરવ્યૂ કરવામાં આવે તે પણ જરૂરી છે.

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed