DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 20મી એપ્રિલના રોજએક રૂપિયાના ખર્ચે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે …

Share to

સમસ્ત વસાવા સમાજ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.20મી એપ્રિલના રોજ પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા આદિવાસી સમાજમાં ખોટા ખર્ચમાંથી મુક્તિ મળે અને ખોટા ખર્ચાઓ અટકે તે માટે સમાજમાં નવી દિશા સૂચવવા એક ઉદાહરણ રૂપ આયોજન કરવામાં આવ્યું છે.ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ એક રૂપિયાના ખર્ચે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેને સફળ બનાવવા પ્રમુખ ચંદ્રકાન્ત વસાવા અને તેઓની ટીમે આજથી ભારે જહેમત ઉઠાવી છે.અને સમૂહ લગ્નોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે……સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવને આજની નવી પેઢીએ પણ વધાવી સુંદર આયોજન બદલ સમસ્ત વસાવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો

.*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed